Home /News /india /

ફ્લોર ટેસ્ટમાં ધારાસભ્યો જાણો કઇ રીતે જણાવશે પોતાનો મત

ફ્લોર ટેસ્ટમાં ધારાસભ્યો જાણો કઇ રીતે જણાવશે પોતાનો મત

  કર્ણાટકમાં સાંજે ચાર કલાકે મુખ્યમંત્રી યેદિયુરપ્પાનું શક્તિ પરીક્ષણ થશે. પ્રોટેમ સ્પીકર કે.જી બોપૈયાના નજીકના સૂત્રોનું માનીએ તો ફ્લોર ટેસ્ટમાં ધારાસભ્યો હાથ ઉઠાવીને પોતાનું સમર્થન જાહેર કરશે.

  સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે સદનની કાર્યવાહીનું લાઇવ પ્રસારણ થશે. આ પ્રક્રિયામાં ધારાસભ્યોને બીજેપી કે કોંગ્રેસ-જેડીએસના સમર્થનમાં હાથ ઉઠાવવાનો રહેશે. પ્રોટેમ સ્પીકર બંન્ને પક્ષોના સમર્થનમાં ઉઠાવેલા હાથ ગણીને નિર્ણય લેવામાં આવશે.

  પ્રોટેમ સ્પીકર માટે કરી હતી અગ્નિપરીક્ષા
  કર્ણાટકમાં આજે થનારા મહત્વના શક્તિ પરીક્ષણ પહેલા કે.જી બોપૈયાને વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે નિમણૂંક કરવા માટે રાજ્યપાલ વજુભાઇ વાળાના નિર્ણયને કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધનને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો હતો. આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ અને કોર્ટમાં દલીલ સાંભળ્યા પછી પ્રોટેમ સ્પીકર દ્વારા જ બહુમત પરીક્ષણ કરાવવાનો આદેશ આપ્યો હતો. હવે બહુમત પરીક્ષણનું લાઇવ ટેલિકાસ્ટ થશે. લાઇવ ટેલીકાસ્ટને કોંગ્રેસને પોતાની જીત ગણાવી છે. કોંગ્રેસ નેતા અભિષેક મનુ સંઘવીએ કહ્યું કે લાઇવ ટેલિક્સ્ટથી પાર્દશકતા આવશે અને આ તેમની જીત છે.

  આજે થશે નિર્ણય
  કર્ણાટકમાં સરકાર બનાવવા અંગે ગરમાયેલા રાજકારણ વચ્ચે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે વિધાનસભામાં આજે શનિવારે સાંજે ચાર કલાકે શક્તિ પરીક્ષણ થશે. કોર્ટના આ નિર્ણય પછી હવે યેદિયુરપ્પાએ સદનમાં પોતાનું બહુમતી સાબિત કરવાનું રહેશે. કર્ણાટક ચૂંટણીમાં બીજેપી 104 સીટો સાથે સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી છે. વિધાનસભાની 224માંથી 222 સીટો પર મતદાન થયું હતું. આવી સ્થિતિમાં બહુમત માટે કોઇપણ પાર્ટીને ઓછામાં ઓછા 112 વિધાયકોની જરૂર પડે છે. ચૂંટણી પછી કોંગ્રેસ (78) અને જેડીએસે (38) ગઠબંધન કરી દીધું હતું અને અન્ય બે અપક્ષ ઉમેદવાર પણ તેમની સાથે આવી ગયા હતાં. જેના કારણે આ ગઠબંધનમાં કુલ 118 ધારાસભ્યોનું સમર્થન છે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Floor test, Karnataka election result

  આગામી સમાચાર