Home /News /india /

મુંબઈઃ એર ઇન્ડિયાના ગ્રાઉન્ડ સ્ટાફની હડતાળને કારણે સંખ્યાબંધ ફ્લાઇટ લેટ

મુંબઈઃ એર ઇન્ડિયાના ગ્રાઉન્ડ સ્ટાફની હડતાળને કારણે સંખ્યાબંધ ફ્લાઇટ લેટ

બુધવાર રાતથી જ ગ્રાઉન્ડ સ્ટાફ હડતાળ પર છે.

ફ્લાઇટના શિડ્યૂલ ખોરવાઈ જવાને કારણે અનેક લોકોએ ટ્વિટ્સ કરીને પોતાનો બળાપો કાઢ્યો હતો.

    મુંબઈઃ મુંબઈ એરપોર્ટ પર અનેક ફ્લાઇટ્ના શિડ્યૂલ ખોરવાયા હતા. મળતી માહિતી પ્રમાણે એર ઇન્ડિયાનો કોન્ટ્રાક્ટ પરનો ગ્રાઉન્ડ સ્ટાફ હડતાળ પર ઉતરી જવાને કારણે આ સમસ્યા ઉભી થઈ હતી. સ્ટાફનું કહેવું છે કે તેમને દિવાળીનું બોનસ નથી આપવામાં આવ્યું. હડતાળને કારણે મુંબઈથી જતી અને આવતી બંને તરફની ફ્લાઇટ સેવાને અસર પહોંચી છે.

    ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા પ્રમાણે મુંબઈ એરપોર્ટ ખાતેનો એર ઇન્ડિયાનો એર ટ્રાન્સપોર્ટ સર્વિસ લિમિટેડ (એઆઈએટીએસએલ)નો સ્ટાફ ગઈકાલે રાતથી હડતાળ પર ઉતરી ગયો છે.

    ફ્લાઇટના શિડ્યૂલ ખોરવાઈ જવાને કારણે અનેક લોકોએ ટ્વિટ્સ કરીને પોતાનો બળાપો કાઢ્યો હતો.

    એર ઇન્ડિયાના પ્રવક્તાના હવાલેથી ન્યૂઝ એજન્સી એએનઆઈએ જણાવ્યુ કે, "એઆઈએટીએએલનો સ્ટાફ અચાનક મુંબઈ એરપોર્ટ ખાતે હડતાળ પર જતા અમુક ફ્લાઇટ્સ મોડી થઈ છે. અમે આ અંગે જરૂરી તમામ પગલાંઓ લઈ રહ્યા છીએ જેનાથી યાત્રીઓને પડી રહેલી મુશ્કેલીમાં ઘટાડો થાય."

    યાત્રિકાઓ ટ્વિટર પર કાઢ્યો બળાપો

    @Anandloki નામના એક વ્યક્તિએ લખ્યું છે કે , "#AirIndia મેં આ ભંગાર ફ્લાઇટ કેમ બુક કરી. કોલકાતાથી મુંબઈ જતી 676 ફ્લાઇટ ત્રણ કલાક મોડી છે. આ અંગે કોઈ જ જાહેરાત કરવામાં આવી નથી. કોઈ સ્ટાફ પણ નથી. ડિપાર્ચરના પાંચ મિનિટ પહેલા એક એસએમએસ મળ્યો અને હડતાળ અંગે ખબર પડી. આશા રાખીએ કે હવે આ ફ્લાઇટ ઉપડશે કે કેન્સલ થશે તે અંગેની કોઈ અમને જાણકારી આપશે."

    @ami7912એ સુરેશ પ્રભુને ટેગ કરીને ટ્વિટર પર લખ્યું છે કે મુંબઈના ટર્મિનલ બે પર એર ઇન્ડિયાના સ્ટાફની હડતાળ પડી છે. અહીં કોઈ ગ્રાઉન્ડ સ્ટાફ હાજર નથી. હું બે કલાકથી ચેકઇન માટે રાહ જોઈને ઉભો છું.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: એર ઇન્ડિયા, એરપોર્ટ, મુંબઇ, હડતાલ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन