ચીનમાં બ્રહ્મપુત્ર નદીનો પ્રવાહ રોકાયો, અરુણાચલ પ્રદેશમાં પૂરનું એલર્ટ

અરૂણાચલના કોંગ્રેસ સાંસદ નિનોંગ એરિંગે ચિઠ્ઠી લખીને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને આ મામલે દરમિયાનગીરી કરવાની અપીલ કરી

અરૂણાચલના કોંગ્રેસ સાંસદ નિનોંગ એરિંગે ચિઠ્ઠી લખીને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને આ મામલે દરમિયાનગીરી કરવાની અપીલ કરી

 • Share this:
  તિબેટમાં ભૂસ્ખલનના કારણે યારલુંગ સાંગપો નદીનો પ્રવાહ રોકાઈ ગયો છે. જેના કારણે અસ્થાયી ઝીલ ની ગઈ છે. બ્રહ્મપુત્ર નદીને તિબેટમાં યારલુંગ સાંગપોના નામથી ઓળખવામાં આવે છે. એસોસિએટેડ પ્રેસના રિપોર્ટ પ્રમાણે ચીનની ઇમરજન્સી સર્વિસે કહ્યું છે કે આ કારણે લગભગ છ હજાર લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. નદીનું પાણી રોકાઈ જતા અરૂણાચલમાં પૂરનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અરૂણાચલના કોંગ્રેસ સાંસદ નિનોંગ એરિંગે ચિઠ્ઠી લખીને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને આ મામલે દરમિયાનગીરી કરવાની અપીલ કરી છે.

  ચીનની યારલુંગ સાંગપો નદી તિબેટથી અરૂણાચલમાં પ્રવેશે છે જે બાદ તે સિયાંગ તરીકે ઓળખાય છે. આ સિયાંગ આસામમાં પ્રવેશતા બ્રહ્મપુત્ર બની જાય છે. ભૂસ્ખલનને કારણે યારલુંગ સાંગપોમાં બ્રહ્મપુત્રની કુત્રિમ ઝીલ જેવો આકાર લઈ લીધો છે. અરૂણાચલમાં સિયાંગ નદીમાં જળસ્તર ઘટી ગયું છે. આશંકા છે કે જો ભૂસ્ખલનને કારણે બ્રહ્મપુત્રમાં પડેલો પથ્થર હટી જશે તો અરૂણાચલમાં ભીષણ પૂર આવી શકે છે. ચીનના અધિકારીઓનું કહેવું છે કે મેનલિંગ કાઉન્ટી ગામની પાસે ભૂસ્ખલનના કારણે ઝીલ બની હતી અને હવે તેનું જળસ્તર 131 ફુટ સુધી પહોંચી ગયું છે.

  સાંસદ નિનોંગે કહ્યું કે, વિસ્તારની નદીઓમાં જળસ્તર તેજીથી ઘટી રહ્યું છે. સિયાંગ લગભગ લગભગ સૂકાઈ ગઈ છે. આ અપ્રાકૃતિક છે. જો ડેમ તૂટશે તો ભયાનક પૂર આવી શકે છે. અરૂણાચલ ઉપરાંત બીજા રાજ્યોમાં પણ તેની અસર પડી શકે છે. ચીનના અધિકારીઓ મુજબ જે વિસ્તારમાં ડેમનું નિર્માણ થયું છે ભારતીય સરહદથી લગભગ 100 કિલોમીટર દૂર છે.
  Published by:Ashish Goyal
  First published: