ગાજિયાબાદમાં પાંચ માળની બિલ્ડિંગ ધરાશાઈ, ઘણા લોકો દબાયા હોવાની આશંકા

News18 Gujarati
Updated: July 27, 2018, 9:14 PM IST
ગાજિયાબાદમાં પાંચ માળની બિલ્ડિંગ ધરાશાઈ, ઘણા લોકો દબાયા હોવાની આશંકા

  • Share this:
દિલ્હી સાથે જોડાયેલા ગાજિયાબાદની ખોડા કોલાનીમાં પાંચ માળની બિલ્ડિંગ ઘરાશાઈ થઈ છે. બિલ્ડિંગના કાળમાળમાં કેટલાક લોકો દબાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સતત બે દિવસથી પડી રહેલા વરસાદ પછી આ ઘટના બની છે. પ્રશાસનિક અધિકારી અને બચાવ દળની ઘણી ટીમો પહોંચી ગઈ છે. બચાવ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે.

આ ઘટના પર ગાજિયાબાદના એસપી આકાશ તોમરનું કહેવું છે કે ઈમારત 5 માળની છે. થોડાક સમય પહેલા ઈમારતમાં રિપેરિંગનું કામ ચાલી રહ્યું હતું. કોઈ અહીં રહેતું ન હતું. બિલ્ડિંગને ખાલી કરાવી દેવામાં આવી હતી. આમ છતા જોઈ રહ્યા છીએ કે કોઈ નીચે દબાયું તો નથીને.

બિલ્ડિંગ રફીક માલિક નામના બિલ્ડરની હોવાનું મનાઈ રહ્યું છે. સૌથી નીચે બેઝમેન્ટ હતો. તેની ઉપર બૂટનો શો રૂમ હતો. બિલ્ડિંગમાં એક એસીની દુકાન, કપડાની દુકાનનો મોલ અને એક્સિસ બેન્કનું એટીએમ હતું. બિલ્ડિંગની ઉપર 4 માળના ફ્લેટ હતા. જેમાં ફિનિશિંગનું કામ ચાલી રહ્યું હતું. થોડાક દિવસો પહેલા રાત્રે હાઇવે પર કામ કરનારી એક ક્રેન ઘુસી જતા તેનો પિલ્લર અંદર ઘુસી ગયો હતો. શો રૂમમાં 15 દિવસ પહેલા આગ લાગી હતી. જેના કારણે ત્રણેય ફ્લોરના ઉપરના ભાગમાં ક્રેક આવી ગયા હતા.

આ પહેલા રવિવારે ગાજિયાબાદના મસુરી થાના ક્ષેત્રમાં આકાશ નગર કોલોનીમાં એક પાંચ માળની નિર્માણધીન બિલ્ડિંગ ધરાશાઈ થઈ હતી.
First published: July 27, 2018, 9:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading