એ શહીદ પિતાની બહાદુર દીકરી હતી, કોફિન પર રમી પરંતુ રડી નહીં!

News18 Gujarati
Updated: July 16, 2018, 8:46 AM IST
એ શહીદ પિતાની બહાદુર દીકરી હતી, કોફિન પર રમી પરંતુ રડી નહીં!
પિતાના કોફિન પર રમી રહેલા આરુ

  • Share this:
એનું નામ આરુ. ઉંમર ફક્ત પાંચ મહિના. શુક્રવારે તે જમ્મુ કાશ્મીરમાં શહીદ થયેલા પિતાના કોફિન પર ખૂબ રમી! એ તેના પર બેઠી, તેના પર પડેલી ગુલાબની પાંદડીઓથી રમી, તેના પર ઉંઘી પણ ગઈ, પરંતુ એ પાંચ મહિનાની બહાદુર બાળકી રડી નહીં! કારણ કે તે દેશ માટે શહીદ થનારા 25 વર્ષના જાંબાઝ સિપાહી મુકુત બિહારી મીનાની દીકરી હતી.

શ્રીનગરના કુપવાડાના જંગલમાં છૂપાયેલા આતંકીઓને શોધી કાઢવા માટે સુરક્ષા જવાનોએ તપાસ અભિયાન શરૂ કર્યું હતું. આ દરમિયાન થયેલી અથડામણમાં રાજસ્થાનના ખાનપુર વિસ્તારના લડાનિયા ગામનો આર્મી કમાન્ડો કુમુત બિહારી મીના 11મી જુલાઈના રોજ શહીદ થઈ ગયો હતો. શનિવારે સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આરુએ તેના દાદાની સાથે તેના શહીદ પિતાને મુખાગ્નિ પણ આપ્યો હતો.

હજારો લોકો અંતિમ સંસ્કારમાં પહોંચ્યા

મુકુત બિહારી મીનાના ગામમાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કારમાં ભાગ લેવા માટે હજારો લોકો એકઠા થયા હતા. આ દરમિયાન અનેક આર્મી ઓફિસર અને મુકુત બિહારીનો પરિવાર હાજર હતો. મુકુત બિહારીની પત્ની અને તેની પાંચ મહિનાની પુત્રી પણ અંતિમ સંસ્કારમાં હાજર હતા. અહીં હાજર તમામની નજર શહીદ જવાનની પાંચ મહિનાની દીકરી પર હતી.

શરીદ જવાનની પત્ની


કલેક્ટરે લખ્યો લાગણીસભર પત્ર
Loading...

શહીદ જવાનના અંતિમ સંસ્કારમાં હાજર રહેલા ઝાલવર જિલ્લાના કલેક્ટર જીતેન્દ્ર સોનીએ આ પાંચ મહિનાની બદાદૂર બાળકીને એક લાગણીસભર પત્ર લખ્યો છે. જેમાં તેમણે લખ્યું છે કે, "તું રડ્યાં વગર તારા પિતાના કોફિન પર બેઠી. થોડા જ સમય પહેલા તે તારા પિતાનું મોઢું જોયું હતું. આ ખૂબ જ ભાવનાશીલ હતું. હું તેમજ આર્મીના અન્ય અધિકારીઓ તને જ જોઈ રહ્યા હતા, તારા વિશે જ વિચારી રહ્યા હતા. દેશના તમામ જવાબદાર અને બુદ્ધિજીવી લોકોના આશીર્વાદ તારી સાથે છે. દીકરી તું મોટી થઈશ ત્યારે ચોક્કસ તારા પિતાની શહીદી પર ગૌરવ લઈ શકીશ."

દાદા સાથે આરુ


હૃદયને સ્પર્શી જાય તેવી અન્ય એક તસવીર પીઆરઓ ડિફેન્સ, રાજસ્થાન તરફથી શેર કરવામાં આવી છે. આ તસવીરમાં આર્મી ઓફિસર મુકુત બિહારીના પિતાને રાષ્ટ્રધ્વજ સોંપી રહ્યા છે. આ સમયે તેની પાંચ મહિનાની દીકરી કુતૂહલપૂર્વક તેને નિહાળી રહી છે.
First published: July 16, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...