જાણો કોણ છે 5 જજ, જેમણે દેશનાં સૌથી મોટા કેસનો ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો

News18 Gujarati
Updated: November 9, 2019, 1:31 PM IST
જાણો કોણ છે 5 જજ, જેમણે દેશનાં સૌથી મોટા કેસનો ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો
દેશનાં સૌથી મોટા કેસનો ઐતિહાસિક ચુકાદો સંભળાવનાર પાંચ જજ

40 દિવસ સુધી ચાલેલી આ સુનાવણી બાદ સંવિધાન પીઠે 17 ઓક્ટોબરનાં રોજ પોતાનો નિર્ણય સુરક્ષિત કરી લીધો હતો.

  • Share this:
રવિશંકર સિંહ, નવી દિલ્હી : અયોધ્યા કેસમાં રામ જન્મભૂમિ અને બાબરી મસ્ઝિદ જમીન વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં આજે નિર્ણય થયો છે. શુક્રવારે મોડી સાંજે સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર આ અંગેની માહિતી આપવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં રામ જન્મભૂમિ (Ram Janambhoomi) અને બાબરી મસ્ઝિદ (Babri Mosque) વિવાદ અંગેની સુનાવણી આ વર્ષે 5 ઓગસ્ટથી શરૂ થઇ હતી. જે બાદ સુપ્રીમ કોર્ટમાં (Supreme Court Of India) અયોધ્યા (Ayodhya Land Dispute) મામલે નિયમિત સુનાવણી થતી હતી. 40 દિવસ સુધી ચાલેલી આ સુનાવણી બાદ સંવિધાન પીઠે 17 ઓક્ટોબરનાં રોજ પોતાનો નિર્ણય સુરક્ષિત કરી લીધો હતો.

આ મામલાની સુનાવણી પાંચ જજોની સંવૈધાનિક બેંચે કરી છે. આની અધ્યક્ષતા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ (Justice Ranjan Gogoi) કરી રહ્યાં છે. તેમના ઉપરાંત આ બેંચમાં જસ્ટિસ એસ.એ બોબડે (Justice Sharad Arvind Bobde), જસ્ટિસ અશોક ભૂષણ (Justice Ashok Bhushan), જસ્ટિસ એસ. અબ્દુલ નઝીર (Justice S. Abdul Nazeer) અને ડીવાઇ ચંદ્રચૂડ (Dr. Justice D.Y. Chandrachud) સામેલ છે.

આ પણ વાંચો : અયોધ્યા વિવાદ : એક IAS અધિકારીએ અડવાણીની ધરપકડ કરવાની કેમ ના પાડી હતી?

રંજન ગોગોઈ : સુપ્રીમ કોર્ટનાં વર્તમાન ચીફ જસ્ટિસ રંજન ગોગાઈ આ બેંચનાં અધ્યક્ષ છે. રંજન ગોગાઈ પૂર્વ સીજેઆઈ દિપક મિશ્રા સામે પ્રેસ કોન્ફરન્સ કરીને ખબરોમાં છવાયેલા ચાર જજોમાંનાં એક છે. તેઓ દેશનાં 46માં ચીફ જસ્ટિસ છે. 18 નવેમ્બર, 1954નાં રોજ જન્મેલા જસ્ટિસ રંજન ગોગાઈએ દિલ્હી વિશ્નવિદ્યાલયનાં સેંટ સ્ટીફન્સ કોલેજમાંથી ઇતિહાસનો અભ્યાસ કર્યો છે. વર્ષ 1978માં ગુવાહાટી હાઇકોર્ટમાં વકીલાતની શરૂવાત કરી હતી. તેઓ 2001માં ગુવાહાટી હાઇકોર્ટનાં જજ બન્યા હતાં. જે બાદ તેઓ 12 ફેબ્રુઆરી, 2011નાં રોજ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટનાં મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત કરવામાં આવ્યાં હતાં. 2012માં તેમને સુપ્રીમ કોર્ટનાં જજ બનાવવામાં આવ્યાં હતાં. જે બાદ તેમને ચૂંટણી સુધારથી લઇને આરક્ષણ સુધાર સુધીનાં મહત્વનાં નિર્ણયોમાં સામેલ કરવામાં આવ્યાં છે.

જાટોને કેન્દ્રીય સેવાઓમાં અન્ય પછાત વર્ગોનાં દાયરામાંથી બહાર કરનારી પીઠમાં જસ્ટિસ રંજન ગોગાઈ સામેલ હતાં. જસ્ટિસ રંજન ગોગાઈએ આસમમાં ઘુસપેઠઓની ઓળખ માટે રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (NRC) બનાવવાનો નિર્ણય આપ્યો હતો. સૌમ્યા મર્ડર મામલામાં બ્લોગ લખવા અંગે સુપ્રીમ કોર્ટનાં પૂર્વ જજ માર્કંડેય કાટજૂને અદાલતમાં જસ્ટિસ રંજન ગોગાઈએ તલબ કર્યું હતું. જસ્ટિસ ગોગાઈએ જેએનયૂ વિદ્યાર્થી નેતા કન્હૈયા કુમાર મામલામાં એસઆઈટી ગઠન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.

આ પણ વાંચો : એ ગુજરાતી જેણે અયોધ્યાની દિવાળીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન અપાવ્યુંજસ્ટિસ ડીવાઇ ચંદ્રચુડ : જસ્ટિસ ડીવાઈ ચંદ્રચુડને 13 મે 2016નાં રોજ સુપ્રીમ કોર્ટનાં જજ નિયુક્ત કરવામાં આવ્યાં હતાં. આ પહેલા 2013 સુધી તેઓ અલ્હાબાદ હાઇકોર્ટનાં ચીફ જસ્ટિસ રહ્યાં અને બોમ્બે હાઇકોર્ટનાં જજ પણ રહ્યાં છે. જસ્ટિસ ચંદ્રચુડ સુપ્રીમ કોર્ટનાં તે 9 સભ્યોની બેચનો ભાગ પર રહ્યાં છે. તેમના પિતા વાઇ.વી ચંદ્રચુડ દેશનાં સૌથી લાંબા સમય સુધી રહેનારા સીજેઆઈ હતાં. જસ્ટિસ ચંદ્રચુડે ભારતનાં એડિશનલ સોલિસિટર જનરલનાં રૂપમાં પણ સેવાઓ આપી છે.

જસ્ટિસ શરદ અરવિંદ બોબડે : 24 એપ્રિલ, 1956માં નાગપુરમાં જન્મેલા બોબડે સુપ્રીમ કોર્ટનાં જજ છે. સાથે તેઓ મહારાષ્ટ્ર નેશનલ લૉ યુનિવર્સિટી, મુંબઇ અને મહારાષ્ટ્ર નેનશલ લૉ યુનિવર્સિટી, નાગપુરનાં ચાંસલર પણ છે. આ પહેલા તેઓ મધ્યપ્રદેશ હાઇકોર્ટનાં ચીફ જસ્ટિસ પણ હતાં. તેઓ વર્ષ 2021માં નિવૃત્તી લેશે. બોબડેનું સુપ્રીમ કોર્ટમાં આઠ વર્ષનો કાર્યકાળ છે.

જસ્ટિસ અશોક ભૂષણ : જસ્ટિસ ભૂષણનો જન્મ ઉત્તર પ્રદેશનાં જૌનપુરમાં 5 જુલાઇ 1956નાં રોજ થયો હતો. અશોક ભૂષણે અલ્હાબાદ વિશ્વવિદ્યાલયમાંથી સ્નાતકનો અભ્યાસ કર્યો હતો. વર્ષ 1979માં તેમને એલએલબીની ડિગ્રી લીધી હતી. અલ્હાબાદ હાઇકોર્ટમાં જ તેમણે પોતાની પ્રેક્ટિશ શરૂ કરી હતી. 2001માં તેઓ અલ્હાબાદ હાઇકોર્ટનાં જજ નિયુક્ત કરવામાં આવ્યાં. 10 જુલાઇ 2014નાં રોજ કેરળ હાઇકોર્ટમાં તેમની ટ્રાન્સફર કરી દેવામાં આવી. 2014નાં રોજ કેરળ હાઇકોર્ટનાં ન્યાયાધીશ બની ગયા. 13 મે 2016નાં રોજ અશોક ભૂષણને સુપ્રીમ કોર્ટનાં જજ નિયુક્ત કરવામાં આવ્યાં.

જસ્ટિસ એસ અબ્દુલ નઝીર : જસ્ટિસ નઝીરનો જન્મ 5 જાન્યુઆરી 1958નાં કર્ણાટકનાં કનારામાં એક મુસ્લિમ પરિવારમાં થયો હતો. આ કર્ણાટકનો તટીય કિનારો છે. જસ્ટિસ નઝીરને પાંચ ભાઇ બહેન છે. તેમણે બીકોમની ડિગ્રી મેળવ્યાં બાદ એસડીએમ કોડિયાલબેલ, મેંગ્લૂરમાંથી કાયદાની ડિગ્રી મળી હતી. 1983માં બેંગ્લૂરમાં કર્ણાટક ઉચ્ચ ન્યાયાલયમાં વકીલ તરીકે જોડાયા. 2003માં કર્ણાટક ઉચ્ચ ન્યાયાલયમાં અતિરિક્ત ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા હતાં.
First published: November 9, 2019
વધુ વાંચો
अगली ख़बर