Home /News /india /

'પતિ ક્યારેય પત્નીનો માલિક ન હોઈ શકે,' વ્યભિચાર અંગે ચુકાદાની મહત્વની વાતો

'પતિ ક્યારેય પત્નીનો માલિક ન હોઈ શકે,' વ્યભિચાર અંગે ચુકાદાની મહત્વની વાતો

ન્યૂઝ18 ક્રિએટિવ

પતિ, પત્ની ઔર 'વો': સુપ્રીમ કોર્ટે 157 વર્ષ જૂના વ્યભિચાર કાયદાને રદ કરતા કહ્યું કે, કોઈ પુરુષ કોઈ પરિણીત મહિલા સાથે શારીરિક સંબંધ રાખે તો કોઈ ગુનો નથી બનતો.

    નવી દિલ્હીઃ વ્યભિચાર(એડલ્ટરી) એટલે કે સ્ત્રી-પુરુષના લગ્નેત્તર સંબંધો સાથે જોડાયેલી આઈપીસીની કલમ 497 પર ગુરુવારે સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટની પાંચ જજનો બંધારણીય ખંડપીઠે 158 વર્ષ જૂના કાયદાને રદ કરી નાખ્યો હતો. આ કાયદાની જોગવાઈઓ મહિલાઓ સાથે સમાન વ્યવહાર નથી કરતી, જે ગેરબંધારણીય છે. સુપ્રીમે કહ્યું લોકંત્રીની શોભા હું, તું અને આપણે છે. વ્યભિચાર સાથે જોડાયેલી આ કલમ હંમેશા વિવાદમાં રહી છે. આ કલમની સ્ત્રી-પુરુષની સમાનતાથી વિરુદ્ધ બતાવવામાં આવે છે. આ કલમમાં ફક્ત પુરુષને આરોપી બનાવવામાં આવે છે, મહિલાને નહીં.

    મુખ્ય ન્યાાયધીશ દીપક મિશ્રાની વડપણ હેઠળની પાંચ જજોની બંધારણીય ખંડપીઠમાં જસ્ટિસ આર એફ નરીમન, જસ્ટિસ ડી વાઇ ચંદ્રચૂડ, જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રા અને જસ્ટિસ એ એમ ખાનવિલકર સામેલ હતા.

    આ પણ વાંચોઃ 'વ્યભિચાર હવે ગુનો નહીં,' સુપ્રીમ કોર્ટે 158 વર્ષ જૂનો વ્યભિચાર કાયદો કર્યો રદ

    વ્યવભિચાર અંગે સુપ્રીમના ચુકાદાની પાંચ મહત્વની વાતોઃ

    1) સુપ્રીમ કોર્ટે 158 વર્ષ જૂના વ્યભિચાર કાયદાને એવું કહીને રદ કરી નાખ્યો કે કોઈ પુરુષ કોઈ પરિણીત મહિલા સાથે શારીરિક સંબંધ રાખે તો કોઈ ગુનો નથી બનતો. એક લિંગના વ્યક્તિને બીજા લિંકના વ્યક્તિ પર કાયદાકીય અધિકારો આપવા ખોટું છે. આને તલાક માટે આધાર બનાવી શકાય પરંતુ અપરાધની શ્રેણીમાં ન રાખી શકાય.

    2) વ્યભિચાર અંગે ફેંસલો આપતા સીજેઆઈ દીપક મિશ્રાએ કહ્યું કે, બંધારણની સુંદરતા એ છે કે તેમાં હું, મારું અને તું તમામ સામેલ છે. સીજેઆઈએ કહ્યું એડલ્ટરી ગુનાની શ્રેણીમાં નહીં આવે પરંતુ જો પત્ની પોતાના જીવનસાથીના વ્યભિચારને કારણે આપઘાત કરે છે તો, પૂરાવા રજુ કરવામાં આવ્યા બાદ આપઘાત માટે ઉશ્કેરવાનો કેસ ચાલી શકે છે.

    3) ખંડપીઠે કહ્યું કે, ચીન, જાપાન બ્રાઝિલમાં વ્યભિચારને ગુનો નથી ગણવામાં આવતો. આ સંપૂર્ણ રીતે અંગત મામલો છે. વ્યભિચારને કારણે લગ્ન નથી બગડતા પરંતુ લગ્નને કારણે વ્યભિચાર થાય છે. એવામાં જો આને અપરાધ માનીને કેસ કરવામાં આવશે તો એનો મતલબ દુઃખી લોકોને સજા આપવી એવો થશે.

    4) ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ કહ્યું, મહિલાઓને સમાજની ઈચ્છા પ્રમાણે વિચારવાનું ન કહી શકાય. સંસદે પણ મહિલાઓ માટે ઘરેલું હિંસાનો કાયદો ઘડ્યો છે. ચીફ જસ્ટિસે કહ્યું કે, પતિ ક્યારેય પત્નીનો માલિક ન હોઈ શકે.

    5) ખંડપીઠમાં સામેલ જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે, વ્યભિચારનો કાયદો મનમાની ભર્યો છે. આ કાયદો મહિલાઓની સેક્સુઅલ પસંદગીને રોકે છે, આ માટે તે ગેરબંધારણીય છે. મહિલાઓને લગ્ન પછી સેક્સુઅલ પસંદગીથી વંચિત ન રાખી શકાય.

    કોણે કરી હતી અરજી?

    કેરળના એક અપ્રવાસી ભારતીય જોસેફ સાઇને આ અંગે અરજી દાખલ કરતા આઈપીસીની કલમ 497ની બંધારણીય કાયદેસરતાને પડકાર ફેંક્યો હતો. સુપ્રીમ કોર્ટે આ અરજીને ગત ડિસેમ્બરમાં સુનાવણી માટે સ્વીકાર કરી લીધો હતો. જાન્યુઆરીમાં આ કેસને બંધારણીય ખંડપીઢ માટે મોકલવામાં આવ્યો હતો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: IPC, Supreme Court, Wife

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन