Home /News /india /મસૂદને ચીને કેમ બચાવ્યો પહેલા આપણે તે સમજવું પડશે: રાજનાથ સિંહ

મસૂદને ચીને કેમ બચાવ્યો પહેલા આપણે તે સમજવું પડશે: રાજનાથ સિંહ

News18 સાથેની વાતચીતમાં રાજનાથસિંહે કહ્યું કે, 'જૈશ-એ-મોહમ્મદનો વડો મસૂદ અઝહરને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવા માટે ચીનને સમજાવવાનાં પ્રયત્નો જારી છે.'

News18 સાથેની વાતચીતમાં રાજનાથસિંહે કહ્યું કે, 'જૈશ-એ-મોહમ્મદનો વડો મસૂદ અઝહરને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવા માટે ચીનને સમજાવવાનાં પ્રયત્નો જારી છે.'

ન્યૂઝ 18 ગુજરાતી: ચીને ફરીથી એકવાર આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો વડો મસૂદ અઝહરને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર થવા નથી દીધો. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં (UNSC) ચીને ચોથીવાર આ પ્રસ્તાવનાં વિરોધમાં પોતાનો વીટો પાવર (Veto Power)નો ઉપયોગ કર્યો છે. આ પ્રસ્તાવનાં પક્ષમાં યુકે, ફ્રાંસ અને જર્મની પહેલાથી જ હતા. મસૂદને બચાવવા ચીનને આંતરરાષ્ટ્રીય દળોમાં આલોચના પણ ભોગવવી પડી રહી છે. આ વચ્ચે News18ને આપેલ એક ઇન્ટરવ્યૂમાં ગૃહમંત્રી રાજનાથસિંહે કહ્યું કે, 'આપણે તે સમજવાની જરૂર છે કે ચીને આખરે કેમ આવું કર્યું.' તેમણે કહ્યું કે મસૂદ અઝહરે માટે ચીને ચોથીવાર વીટો પાવરનો પ્રયોગ કર્યો છે. ભારતને ચીનની હાલની સ્થિતિ સમજવી પડશે.

યુએનએસસીમાં મસૂદ અઝહરે ગ્લોબલ આતંકી જાહેર કરવાનાં પ્રસ્તાવને નકાર્યા પછી પહેલીવાર કોઇ કેન્દ્રીય મંત્રીએ આની પર પોતાની પ્રતિક્રિયા આપી છે. News18 સાથેની વાતચીતમાં રાજનાથસિંહે કહ્યું કે, 'જૈશ-એ-મોહમ્મદનો વડો મસૂદ અઝહરને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવા માટે ચીનને સમજાવવાનાં પ્રયત્નો જારી છે.' તેમણે કહ્યું કે, 'મસૂદને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવો જોઇએ. પરંતુ ચીને આવું કેમ ન કર્યું તેનું ચોક્કસ કોઇ કારણ સમજવું પડશે. આની પાછળ કોઇ કારણ છે. ભારતને પહેલા તે સમજવાની જરૂર છે.'

આ પણ વાંચો: મસૂદને બચાવવા બદલ ચાઇનીઝ પ્રોડક્ટ પર પ્રતિબંધ શક્ય છે?

જોકે ગૃહમંત્રીએ તે પણ કહ્યું કે ચીનનાં આ પગલાથી ભારત નિરાશ નથી. તેમણે કહ્યું કે, 'યુએનએસસીમાં મસૂદને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર થવાથી બચાવવા માટે ચીને જે પણ કંઇ કર્યું, તેનાથી ભારત પર કોઇ અસર નહીં પડે. આતંકવાદ સામે આપણી લડાઇ પહેલા જેવી જ ચાલુ રહેશે.'

આ પણ વાંચો: ભારતને મળી મોટી સફળતા, મસૂદ અઝહરની તમામ પ્રોપર્ટી જપ્ત કરશે ફ્રાન્સ

નોંધનીય છે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સ્થાયી સભ્ય ચીને ગત 10 વર્ષમાં ચોથીવાર પોતાના વીટો પાવરનો ઉપયોગ કરીને મસૂદને બચાવ્યો. મસૂદ અઝહર મુંબઇ હુમલા સહિત ભારતમાં ઘણાં આતંકી હુમલાનો માસ્ટર માઇન્ડ છે અને હાલ તેનું લોકેશન પાકિસ્તાનમાં છે. જણાવવામાં આવી રહ્યું છે કે તેઓ કિડનીની બીમારી સામે લડી રહ્યાં છે અને એટલો બીમાર છે કે તે ચાલી પણ નથી શકતો.

પાકિસ્તાન સાથેનાં સંબંધો પર પણ રાજનાથ સિંહે કહ્યું કે, 'પહેલા તો પાકિસ્તાનમાં જેટલા પણ આતંકી ઠેકાણા છે, ત્યાંની સરકાર પહેલા આને નષ્ટ કરવાનાં પ્રયાસો કરે. આતંકી ગતિવિધીઓ ત્યાંથી ન થાય, કોઇપણ આતંકી સંગઠનોને સંરક્ષણ ન મળે. પહેલા તેઓ આ પ્રયાસ કરે.'
First published:

Tags: Masood-azhar, Rajnath Singh, UNSC, ચીન, પાકિસ્તાન, પુલવામા, પુલવામા એટેક

विज्ञापन