સુપ્રિમ કોર્ટના ચાર જજોની પ્રેસ કોન્ફ્રન્સ બાદ ન્ચાયતંત્ર અને રાજકારણમાં હડકંપ મચી ગયો છે. ચારેય જજોએ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રાની કાર્યશૈલી અને કેસની વહેંચણીને લઈને અંસતોષ વ્યક્ત કર્યો છે. આવું ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત બન્યું છે કે સુપ્રિમ કોર્ટના પ્રદસ્થ જજોએ પ્રેસ કોન્ફ્રન્સ કરીને સીજેઆઈ વિરૂદ્ધ આરોપ લગાવ્યા હોય.
આ પ્રેસ કોન્ફ્રન્સમાં જસ્ટિસ જે ચેલામેશ્વર, જે સીજેઆઈ બાદ સુપ્રિમ કોર્ટના સૌથી સિનિયર જજ છે, તેમને કહ્યું કે, અપેક્સ કોર્ટનું પ્રશાસન વ્યવસ્થિત નથી અને સીજેઆઈને સમજવાની તેમના પ્રયત્ન નિષ્ફળ રહ્યાં. તેમને ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, ટોપ લેવલની કોર્ટમાં આવી સ્થિતિ બનેલી રહેશે તો લોકતંત્રનું રહેવું મુશ્કેલ છે. સીજેઆઈના વિરોધ ફરિયાદના પ્રશ્ન પર તેમને કહ્યું કે, આનો નિર્ણય દેશ કરશે. ચેલામેશ્વર ઉપરાંત જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ મદન બી લોકુર અને જસ્ટિન કુરિયન જોસેફે પણ પ્રેસ કોન્ફ્રન્સ કરી. આ ત્રણેય સુપ્રિમ કોર્ટમાં વરિષ્ઠ ક્રમમાં ક્રમશ: ત્રીજા, ચોથા અને પાંચમા સ્થાન પર આવે છે. આ પ્રેસ કોન્ફ્રન્સ બાદ તરત જ જસ્ટિસ દિપક મિશ્રાએ એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલ સાથે મુલાકાત કરી, જ્યારે સરકાર સાથે જોડાયેલા સુત્રોનું કહેવું છે કે, આ બાબતે સરકાર કોઈ જ હસ્તક્ષેપ કરશે નહી.
સુપ્રિમ કોર્ટ, હાઈકોર્ટના કેટલાક પૂર્વ જજો, ન્યાયતંત્ર સાથે જોડાયેલા દિગ્ગજોએ આ બાબતે ચિંતા વ્યક્ત કરી છે. કોંગ્રેસે પ્રેસ કોન્ફ્રન્સમાં ચિંતા વ્યક્ત કરી હતી. રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફ્રન્સમાં કહ્યું કે, ન્યાયતંત્ર સાથે જોડાયેલ દરેક વ્યક્તિની આ મુદ્દા પર નજર રહેલી છે અને આ કેસનું ત્વરિત સમાધાન કરવું જોઈએ. રાહુલ ગાંધીએ જસ્ટિસ લોયાના મોતની તપાસ ટોચના જજો પાસે કરવાની માંગ કરી હતી.