જમ્મુ-કશ્મીર: છેલ્લા એક મહિનાથી જમ્મુ-કશ્મીરમાં શુષ્ક હવામાનનું વાતાવરણ રહ્યું, ત્યારે સોમવારથી કશ્મીર અને અન્ય ઉપરી રાજ્યોમાં સ્નોફોલ થયો. અહીં સ્નોફોલ અને ભારે વરસાદના કારણે જમ્મુ-કશ્મીર નેશનલ હાઈવે અને મોગલ રોડ બંધ કરવામાં આવ્યો હતો.
ટ્રાફિક વિભાગના જણાવ્યા અનુસાર જમ્મુ-કશ્મીર નેશનલ હાઈવે પર બંને બાજુથી ટ્રાફિક બંધ કરવામાં આવ્યો છે. જેથી યાત્રીઓએ જમ્મુ-કશ્મીર અને શ્રીનગરમાં યાત્રા કરતા પહેલા ટ્રાફિક વિભાગનો સંપર્ક કરવાની સલાહ આપી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કશ્મીરના ઉપરી વિસ્તારોમાં સ્નોફોલ થયો. સાથે જ કહ્યું કે ઉત્તર કશ્મીરના ગુલમર્ગમાં સવારે 8 વાગ્યા સુધીમાં 6 ઇંચ હિમવર્ષા થઈ. તો દક્ષિણ કશ્મીરના પહલગામમાં પણ સામાન્ય સ્નોફોલ થયો. જમ્મુમાં સવારે આઠ વાગ્યે 6.4 મિમિ વરસાદ નોંધાયો છે.