PM મોદીએ INS કલવરીનું ઉદ્ધાટન કર્યું, INS મેક ઈન ઈન્ડિયાનું શ્રેષ્ઠ ઉદાહરણ: PM

પીએમ મોદીએ કાર્યક્રમમાં કહ્યું કે, આજે સવા સૌ કરોડ ભારતીયો માટે ગૌરવનો દિવસ છે...

પીએમ મોદીએ કાર્યક્રમમાં કહ્યું કે, આજે સવા સૌ કરોડ ભારતીયો માટે ગૌરવનો દિવસ છે...

  • Share this:
17 વર્ષથી જેની રાહ જોવાતી હતી તે INS આખરે ભારતને મળી ગયું છે. આ સાથે સમુદ્રમાં ભારતને સૌથી મોટી તાકાત મળી ગઈ છે. ભારતની દરીયાઈ સીમામાં ચીન અને પાકિસ્તાનની ઘુસપેઠને જવાબ આપવા માટે ભારતીય નૌસેનાની સબમરિન આઈએનએસ કલવરી આજે દરીયામાં ઉતારવામાં આવી રહી છે. 1564 ટનની આ સબમરિન પ્રોજેક્ટ-75 અંતર્ગત બનાવવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે PM મોદીના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. PM મોદીની સાથે રક્ષામંત્રી નિર્મલા સીતારમણ પણ હાજર રહ્યા છે.

પીએમ મોદીએ કાર્યક્રમમાં કહ્યું કે, આજે સવા સૌ કરોડ ભારતીયો માટે ગૌરવનો દિવસ છે. આ સાથે તેમને આ ઐતિહાસિક સિદ્ધી માટે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે, ભારત અને ફ્રાંસ વચ્ચેના ઝડપથી વધી રહેલ સંબંધનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. INSથી ભારતની તાકાતમાં વધારો થશે.

INS કલવરી એક ડિઝલ-ઈલેક્ટ્રીક યુદ્ધ સબમરિન છે, જેને ભારતીય નૌસેના માટે મજાગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે બનાવ્યું છે. આ સ્કોર્પિયન શ્રેણીની 6 સબમિરમાંની એક છે, જેને ભારતીય નૌસેનામાં સામેલ કરવામાં આવી છે. આ સબમરિન મેક ઈન ઈન્ડિયાના સપનાની કામીયાબીનું એક ઉદાહરણ છે. આ પરિયોજના ફ્રાંસના સહયોગથી ચલાવવામાં આવી રહી છે.
First published: