અમરનાથ યાત્રા શરૂ, કડક સુરક્ષા વચ્ચે યાત્રીઓનું પહેલું જૂથ રવાના

યાત્રીઓનો પહેલો જથ્થો રવાના થયો છે.

 • Share this:
  અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓનું પહેલું જૂથ સુરક્ષા વચ્ચે આજે બુધવારે સવારે જમ્મુના ભગવતી નગર આધાર શિવિરથી મોકલવામાં આવ્યું છે. યાત્રીઓનો પહેલું જૂથ કાશ્મીરની બે શિબિરો બાલટાલ અને પહેલગામથી રવાના થયો છે. આ જૂથમાં કુલ 1904 શ્રદ્ધાળુ છે, જેમાં 1554 પુરૂષ, 320 મહિલાઓ અને 20 બાળકો શામેલ છે.

  આ યાત્રી દિવસમાં કાશ્મીરના ગાંદેરબાલ સ્થિત બાલટાલ અને અનંતનાગ સ્થિત નુનવાન, પહેલગામ આધાર શિબિર પહોંચશે. જે પછી આ તીર્થયાત્રી બીજા દિવસે ચાલીને જ 3880 મીટરની ઉંચાઇ પર સ્થિત ગુફા મંદિર જવા માટે રવાના થશે. જેનાથી તીર્થયાત્રાની શરૂવાત થઇ જશે. યાત્રાનું સમાપન 26 ઓગસ્ટના રોજ થશે જે દિવસે રક્ષાબંધન પણ છે.

  બુધવારની સવારે જમ્મુ કાશ્મીરના મુખ્ય સચિવ બીવીઆર સુબ્રમણ્યમ, જમ્મુ કાશ્મીર રાજ્યપાલના બે સલાહકાર વિજય કુમાર અને બીબી વ્યાસે અમરનાથ યાત્રાના પહેલા જૂથને લીલી ઝંડી આપી છે અને જમ્મુ બેઝ કેમ્પથી યાત્રા શરૂ કરાવી છે.  જમ્મુ કાશ્મીરના રાજ્યપાલના સલાહકાર વિજય કુમારે કહ્યું કે અમરનાથ યાત્રા આપણા બધા માટે સૌથી મહત્વની છે. જનતાના સહયોગથી, દરેક સુરક્ષા એજન્સીઓ અને વિકાસ એજન્સીઓની સાથે અમે એક સુરક્ષા માટેની યોજના બનાવી છે. યાત્રીઓની ચિંતાઓને દૂર કરવા અને આવનજાવનના સરળ માર્ગને નક્કી કરવા માટે પોતાનાથી થતાં બધાં જ પ્રયત્નો કરી રહ્યાં છે.  સુરક્ષામાં કરાયો વધારો

  જમ્મુ કાશ્મીરના આઈજીએ (CRPF) અમરનાથ યાત્રાની સુરક્ષા પર વાત કરતાં કહ્યું કે અમે સુરક્ષાની બધી વ્યવસ્થા કરી લીધી છે. અમે આધુનિક ટેક્નિક અને ગાડીઓનો ઉપયોગ કરી રહ્યાં છે. સાથે જ ગત વર્ષની સરખામણીમાં સુરક્ષામાં વધારો કર્યો છે. અમે કોઇપણ પ્રકારના હુમલા માટે તૈયાર છીએ. જ્યારે પહેલા જૂથના યાત્રીઓએ કહ્યું કે, અમે આ યાત્રા માટે ઘણાં ખુશ છીએ અમને કોઇપણ વાતનો ડર નથી.

  75 વર્ષથી વધુના લોકોને પરવાનગી નથી

  અમરનાથયાત્રા માટે 15થી 74 વર્ષની વયના લોકો જ જઇ શકશે. આ યાત્રા માટે 75 વર્ષથી વધુ ઉંમરના લોકોને પરવાનગી આપી નથી. આ સિવાય 14 વર્ષની વ્યક્તિ પણ યાત્રામાં ભાગ નહીં લઈ શકે. અમરનાથયાત્રા ભારતનાં ચાર મુખ્ય ધાર્મિક સ્થળોમાંનું એક છે અને અહીં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે.

  વિવિધ સ્થળે ભંડારા

  શ્રાવણ મહિનામાં આ યાત્રાનું મહત્વ વધી જાય છે. આ યાત્રા માટે શ્રદ્ધાળુઓ કઠણ ચઢાણ ચઢી અમરનાથની ગફામાં પહોંચે છે. શ્રદ્ધાળુઓ અહીં બરફથી કુદરતી રૂપથી બનેલા શિવલિંગના આકારનાં દર્શન કરે છે. આ ટ્રેકિંગ રુટ પર જુદાં જુદાં સ્થળે ભંડારા ચાલતા હોય છે. શ્રદ્ધાળુઓ માટે મફત ભોજન-વ્યવસ્થા ચાલતી હોય છે. અહીં તમને ઠંડું અને સાદું એમ બંને પ્રકારનાં પાણી પણ મળશે.
  Published by:Kaushal Pancholi
  First published: