આસામ NRC: મમતા બેનર્જી સહિત TMCના નવ નેતાઓ સામે FIR નોંધાઈ

ફાઇલ તસવીર

આસામમાં એનઆરસી મુદ્દા ઉપર સાંપ્રદાયિક સદભાવનાને નુકસાન પહોંચાડવાના આરોપમાં પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તૃણમૂલ કોંગ્રેસના આઠ નેતાઓ વિરૂદ્ધ ગુવાહાટીના ગીતાનગર પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાઇ છે.

 • Share this:
  આસામમાં એનઆરસી મુદ્દા ઉપર સાંપ્રદાયિક સદભાવનાને નુકસાન પહોંચાડવાના આરોપમાં પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તૃણમૂલ કોંગ્રેસના આઠ નેતાઓ વિરૂદ્ધ ગુવાહાટીના  ગીતાનગર પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાઇ છે.  આ એફઆઇઆર ધ્રુવજ્યોતિ તાલુકદારની ફરિયાદના આધારે નોંધાઇ છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, મમતા બેનર્જીએ આસામમાં સાંપ્રદાયિક તણાવ ઊભો કરવા અને એનઆરસીની શાંતિપૂર્ણ પ્રક્રિયાને નુકસાન પહોંચાડા કોશિશ કરી છે.  ફરિયાદ પ્રમાણે 30 જુલાઇએ મમતા બેનર્જીએ એક પ્રેસ કોન્ફરન્સ દ્વારા આસામ એનઆરસી મુદ્દા ઉપર કટાક્ષાબાજી કરી હતી, જેનાથી લોકોમાં ગુસ્સા ભડક્યો હતો. મમતા બેનર્જીએ આખા મામલાને સાંપ્રદાયિક રંગ આપવાની કોશિશ કરી હતી.  મામલાની ગંભીરતાને જોતા આ વિસ્તારમાં કલમ 144 લગાવવામાં આવી હતી. આ ઉપરાંત ટીએમસી નેતા સુખેંદુ શેખર રોય, કાકોલી ઘોષ દાસ્તિદાર, રત્ના ડે નાગ, નદીમુલ હક, અર્પિતા ઘોષ, મમતા ઠાકુર, ફિરહદ હાકિમ અને મહુઆ મોઇત્રાએ વિસ્તારોની મુલાકાત લીધી હતી. અને લોકોની આસામ એનઆરસી મુદ્દા ઉપર ભડકાવવાની કોશિશ કરી હતી.  ઉલ્લેખનીય છે કે, સિવિલ વોરની ચેતવણી આપતા મમતા બેનર્જીએ કહ્યું કે, બંગાળી જ નહીં લઘુમતીઓ, હિન્દુઓ અને બિહારીઓને પણ એનઆરસીથી બહાર રાખવામાં આવ્યા છે. 40 લાખથી વધારે લોકો  જેમણે સત્તાધારી પાર્ટી માટે વોટ કર્યો હતો. આજ તેમણે પોતાના જ દેશમાં રેફ્યૂઝી બનાવીને રાખી દીધા છે. મમતાએ કહ્યું કે, એ લોકો દેશને વિભાજીત કરવાની કોશિશ કરી રહ્યા છે. આવું જ ચાલતું રહ્યું તો દેશમાં લોહીની નદીઓ વહેશે, દેશણાં સિવિલ વોર શરૂ થશે.
  Published by:Ankit Patel
  First published: