કેન્દ્રીય નાણાસચિવ તરીકે હસમુખ અઢિયાનું સ્થાન લેશે UIDAIના સીઈઓ અજય ભૂષણ

જો કે આ નિવૃત્તિ પામી રહેલા અઢિયાને જેટલીએ 'નો-નોનસેન્સ' સિવિલ સર્વન્ટ ગણાવ્યા છે

નાણાકીય ક્ષેત્રે લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયોમાં જીએસટીના અમલીકરણની ભૂમિકામાં પણ અઢિયાનું યોગદાન યાદ રાખવામાં આવશે.

 • Share this:

  કેન્દ્રીય નાણાસચિવ હસમુખ અઢિયા આગામી 30મી નવેમ્બરે નિવૃત થઇ રહ્યા છે. અઢિયાનું સ્થાન યુઆઈડીએઆઈના સીઈઓ અજય પાંડે લેશે। પાછલા ચાર વર્ષથી ભલે નાણાં મનત્રી અરુણ જેટલી અને હસમુખ અઢિયા વચ્ચે નીતિવિષયક બાબતોએ સતત મતભેદ થયા કરતા હતા. જો કે આ નિવૃત્તિ પામી રહેલા અઢિયાને જેટલીએ 'નો-નોનસેન્સ' સિવિલ સર્વન્ટ ગણાવ્યા છે


  કેટલાક સૂત્રો જણાવી રહ્યા છે કે, નોટબંધીના નિર્ણય અંગે નાણમંત્રી અરુણ જેટલીને પણ વિશ્વાસમાં લેવામાં નહોતા આવ્યા ! અઢિયા સાથે સીધો પરામર્શ કર્યા બાદ વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ નોટબંધીનો નિર્ણય અમલમાં મુક્યો હોવાની ચર્ચા છે.


  જેટલી સાથેના ઘર્ષણને કારણે હાલ પૂરતું  અઢિયાને કોઈ ઍક્સટેંશન મળે કે નવી નિમણુંક મળે તેવા આસાર દેખાતા નથી. વળી, અઢિયાએ પણ જણાવ્યું હતું કે તેમને કોઈ સરકારી હોદ્દામાં રસ નથી અને બાકીનો સમય તેઓ યોગાભ્યાસ અને યોગ પ્રચારમાં વ્યતીત કરવા માંગે છે.


  અરુણ જેટલીએ એક ફેસબૂક પોસ્ટમાં જણાવ્યું હતું કે, અઢિયા એક એવા અધિકારી રહ્યા છે, જેમની કામગીરી અંગે કોઈ સવાલ ઉઠાવી શકે તેમ નથી. તેઓ શિસ્તબદ્ધ અને કર્તવ્યપરાયણ અધિકારી રહ્યાં છે. અઢિયાએ થોડા દિવસો અગાઉ મને જણાવ્યું હતું કે તેઓ 30 નવેમ્બરે નિવૃત થઇ રહ્યાં છે, ત્યાર પછીથી તેઓ કોઈ કામ કરવા માંગતા નથી અને યોગ-અધ્યાત્મના તેમના પેશનને ફોલો કરવા માંગે છે.


  હસમુખ અઢિયાએ ટ્વિટ કરીને પીએમ મોદી અને અરુણ જેટલીનો આભાર વ્યક્ત કર્યો હતો અને ઉમેર્યું હતું કે આ ચાર વર્ષ દરમિયાન મને નરેન્દ્ર મોદી એન્ડ અરુણ જેટલીના માર્ગદર્શન હેઠળ જે કામ કરવાની તક મળી તે મૂલ્યવાન છે.


  નાણાકીય ક્ષેત્રે લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયોમાં જીએસટીના અમલીકરણની ભૂમિકામાં પણ અઢિયાનું યોગદાન યાદ રાખવામાં આવશે.

  Published by:Kaushal Pancholi
  First published: