અસમમાં NRCએ વધારી 1.5 કરોડ લોકોની ચિંતા, સતાવી રહ્યો છે દેશમાંથી બહાર કરવાનો ડર

ફાઇલ ફોટો

  • Share this:
    અસમમાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC)નો બીજો અને અંતિમ ડ્રાફ્ટ તૈયાર થઈ ગયો છે. તેને સોમવારે જાહેર કરવામાં આવશે. અસમમાં પ્રથમ ડ્રાફ્ટ ગત વર્ષે ડિસેમ્બરના અંતમાં જાહેર થયો હતો. પ્રથમ ડ્રાફ્ટમાં 3.29 કરોડ આવેદકો માંથી 1.9 કરોડ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. હવે બાકી બચેલા ફાઇનલ ડ્રાફ્ટમાં એ સ્પષ્ટ થઈ જશે કે બાકી બચેલા 1.5 કરોડ લોકો ભારતના નાગરિક છે કે નહીં.

    એનઆરસીના રાજ્ય સંયોજક પ્રતીક હાજેલાના મતે ફાઇનલ ડ્રાફ્ટ રાજ્યના બધા એનઆરસી સેવા કેન્દ્રો (એનએસકે)માં બપોર સુધી જારી કરી દેવામાં આવશે. પછી આવેદકો પોતાના નામ લિસ્ટમાં જોઈ શકશે. આવેદકોનું નામ, સરનામું અને તસવીર પણ સામેલ હશે. ઉલ્લેખનીય છે કે એનઆરસીમાં એ બધા ભારતીય નાગરિકોના નામનો સમાવેશ કરવામાં આવશે, જે 25 માર્ચ 1971 પહેલાથી અસમમાં રહી રહ્યા છે.

    રાજ્યમાં ફાઇનલ ડ્રાફ્ટ જાહેર થતા પરિસ્થિતિ વણસે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જેના કારણે ઘણા સ્થાને સુરક્ષાબળોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. સંવેદનશીલ વિસ્તારો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. રાજ્ય સરકારે લોકોને શાંતિ રાખવા અને કોઈ પ્રકારની અફવામાં ન આવવાની અપીલ કરી છે.

    જાણો એનઆરસી વિશે ખાસ વાતો

    - અસમ દેશનું એકમાત્ર એવું રાજ્ય છે જેનો એનઆરસી છે. એનઆરસી એક એવી પ્રક્રિયા છે. જે અપ્રત્યક્ષ રીતે દેશમાં ગેર કાયદેસર રહેતા વિદેશી નાગરિકોને શોધવાનો પ્રયત્ન કરવામાં આવે છે. જો તમે અસમના નાગરિક છો અને દેશના બીજા ભાગમાં રહો છો અથવા કામ કરો છે તો તમારે એનઆરસીમાં પોતાનું નામ નોંધાવવાની જરૂર છે.

    - આખો મામલો અસમ આંદોલન સાથે જોડાયેલો છે. 1985ની સમજુતી બાંગ્લાદેશથી અવૈધ આવનાર સામે 6 વર્ષ સુધી હિંસક વિરોધ પ્રદર્શનનોનુ પરિણામ હતું. જે અસમ આંદોલનના રૂપમાં ઓળખાય છે. અસમ એવું રાજ્ય છે જેની સાથે બાંગ્લાદેશની 4,096 કિલોમીટરની સીમાનો ભાગ લાગે છે.

    - અસમની વસ્તીમાં મુસલમાનોની ભાગીદારી 1961માં 23.3 ટકા હતી. જે 2011માં વધીને 34 ટકા થઈ ગઈ હતી. જેમ કે જનગણનાના આંકડામાં બતાવ્યું છે. જોકે તેમાં હાલ સ્પષ્ટ નથી કે કેટલા અસમી, બંગાળી અને બાંગ્લાદેશી છે.

    - અસમમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓનો મામલો ઘણો મોટો મુદ્દો રહ્યો છે. જેના કારણે હંમેશા હિંસક ઘટનાઓ બનતી રહે છે. અસમના મુળ નાગરિકોનું કહેવું છે કે ગેરકાયદેસર રીતે અહીં આવીને રહેલા લોકો તેમનો હક મારી રહ્યા છે. આના કારણે 80ના દાયકામાં મોટું આંદોલન થયું હતું. આ પછી અસમ ગણ પરિષદ અને તત્કાલિન રાજીવ ગાંધીની સરકાર વચ્ચે સમજુતી બની હતી. જેમાં નક્કી થયું હતું કે 1971 સુધી જે બાંગ્લાદેશી અસમમાં આવ્યા છે તેમને નાગરિકતા આપવામાં આવશે અને બાકીનાને બહાર કાઢી મુકવામાં આવશે.
    Published by:Ashish Goyal
    First published: