સરકારનો નિર્ણય : 1 ડિસેમ્બરથી નહીં પણ આ દિવસથી ફરજીયાત થશે FASTag

News18 Gujarati
Updated: November 30, 2019, 7:38 AM IST
સરકારનો નિર્ણય : 1 ડિસેમ્બરથી નહીં પણ આ દિવસથી ફરજીયાત થશે FASTag
1 ડિસેમ્બરથી નહીં પણ આ દિવસથી ફરજીયાત થશે FASTag

સરકારના આ નિર્ણયથી એ લોકોને રાહત મળી છે, જેમણે હજુ સુધી પોતાની ગાડી પર ફાસ્ટેગ લગાવ્યું નથી

  • Share this:
નવી દિલ્હી : નેશનલ હાઇવેના ટોલ પ્લાઝા (Toll Plaza) ઉપર 1 ડિસેમ્બરથી ફાસ્ટેગ(FASTag)ના ઉપયોગને લઈને કેન્દ્ર સરકારે મોટો નિર્ણય કરતા તેને 15 દિવસ માટે આગળ વધારવાનો નિર્ણય કર્યો છે. સરકારના આ નિર્ણય પછી હવે 15 ડિસેમ્બર 2019થી ટોલ પ્લાઝાથી પસાર થનાર ગાડીઓ માટે ફાસ્ટેગ ફરજીયાત રહેશે. સરકારના આ નિર્ણયથી એ લોકોને રાહત મળી છે, જેમણે હજુ સુધી પોતાની ગાડી પર ફાસ્ટેગ લગાવ્યું નથી.

શુક્રવારે પરિવહન અને રાષ્ટ્રીય રાજમાર્ગ મંત્રાલયે (Ministry of Road Transport and Highways) આ સંબંધમાં એક નોટિફિકેશન જાહેર કરીને જાણકારી આપી હતી.

ફાસ્ટેગ શું છે અને કેવી રીતે કામ કરે છે

આ એક ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન ટેક્નિક (Electronic Toll Collection) છે. જે નેશનલ હાઇવેનાં ટોલ પ્લાઝા પર ઉપલબ્ધ રહેશે. તે એક રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન ટેગ છે જેને વાહનની વિન્ડશીલ્ડ પર લગાવવામાં આવે છે. જ્યારે કોઈ વાહન ટોલ પ્લાઝા પરથી પસાર થાય છે તો ત્યાં લગાવવામાં આવેલ ડિવાઈસ ટેક્સ વસૂલ કરે છે. જેનાથી ડ્રાઇવરોનો સમય બચે છે. NPCIના આંકડા પ્રમાણે, હાલમાં દેશમાં 528થી વધુ ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ દ્વારા ટોલ ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે. એકવાર લેવામાં આવેલું ફાસ્ટેગ 5 વર્ષ માટે એક્ટિવેટ રહે છે. તેને સમયસર રિચાર્જ કરાવવું પડે છે.

આ પણ વાંચો - મહારાષ્ટ્ર : 3 ડિસેમ્બરે નહીં, શનિવારે જ બહુમત સાબિત કરશે ઉદ્ધવ સરકાર

ક્યાંથી ફાસ્ટેગ ખરીદી શકો છોફાસ્ટેગ ખરીદવું ઘણું જ સરળ છે. નવી ગાડી ખરીદતી વખતે જ તમે ડીલર પાસેથી ફાસ્ટેગ ખરીદી શકો છો. જ્યારે જૂના વાહનો માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા સંચાલિત ટોલ પ્લાઝા પરથી ખરીદી શકો છો. આ ઉપરાંત તમે પ્રાઇવેટ સેક્ટરની બેંકોમાંથી પણ ખરીદી શકો છો. જેમાં SBI બેંક, HDFC બેંક, ICICI બેંક, Axis બેંક, IDFC બેંકમાંથી મેળવી શકો છો. આ સાથે ઓનલાઈન પ્લેટફોર્મ પેટીએમ, એમેઝોન ડોટ કોમ પરથી ખરીદી શકો છો. ઈન્ડિયન ઓયલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન પેટ્રોલિયમનાં પેટ્રોલ પંપ, નેશનલ હાઈવે ઓથોરિટીની માઈ ફાસ્ટ એપ દ્વારા પણ ફાસ્ટેગ ખરીદી શકાય છે.

ફાસ્ટેગ ખરીદતી વખતે આ દસ્તાવેજો જોઈશે

તમારે ફાસ્ટેગ ખરીદતી વખતે દસ્તાવેજોની અસલ નકલ પણ સાથે રાખવી પડશે.

વાહનનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ એટલે RC બૂક
વાહનનાં માલિકનો પાસપોર્ટ સાઈઝનો ફોટો
વાહનનાં માલિકનાં નો યોર કસ્ટમર (કેવાઈસી) ડોક્યુમેન્ટ, જેમાં તમે ડ્રાઇવિંગ
લાઇસન્સ, પેન કાર્ડ, પાસપોર્ટ, વોટર આઇડી કાર્ડ કે આધાર કાર્ડ જોઇશે

ઓનલાઇન રિચાર્જ કરી શકો છો ફાસ્ટેગ

સૌથી પહેલા તો ફાસ્ટેગ માટે તમારે પ્લાસ્ટિક કવરિંગ ઉતારીને તેને વાહનનાં વિંડ સ્ક્રીન પર લગાવવાનું રહેશે. પહેલીવાર ઉપયોગ કરતા યૂઝર્સને તેને પોતાના ઓનલાઇન વૉલેટ સાથે લિંક કરવાનું રહેશે. તેના માટે તેમને બેંકની વેબસાઇટ પર જવાનું રહેશે. જે બાદ જણાવેલ સ્ટેપ ફોલો કરવાનાં રહેશે. આ વોલેટને ઓનલાઇન રિચાર્જ કરી શકો છો. ફાસ્ટેગ એકાઉન્ટમાંથી દરેક વખતે ઓનલાઇન પૈસા કપાયા બાદ તેનો એસએમએસ પણ આવશે.
First published: November 29, 2019, 10:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading