નવી દિલ્હીઃ ફેશન ડિઝાઇનર અને તેના નોકરનો મૃતદેહ ઘરમાંથી મળી આવ્યો

માયા લાખાણી

પોલીસે શંકાના આધારે ત્રણ લોકોની અટકાયત કરી, મહિલાનો મૃતદેહ બેડરૂમમાંથી અને નોકરનો લિવિંગ રૂમમાંથી મળ્યો.

 • Share this:
  નવી દિલ્હીઃ ગુરુવારે સવારે નવી દિલ્હીના વસંત કુંજ વિસ્તારમાંથી એક 53 વર્ષની ફેશન ડિઝાઇનર અને તેના નોકરની હત્યા કરાયેલી લાશ મળી આવી છે. મહિલા અને તેના નોકરની તેના ઘરમાં જ હત્યા કરી નાખવામાં આવી હતી. પોલીસે આ કેસમાં ત્રણ લોકોની અટકાયત કરી છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ લોકોએ જ મહિલા ફેશન ડિઝાઇનર અને તેના નોકરની હત્યા કરી નાખી છે.

  વહેલી સવારે ત્રણ વાગ્યે પાડોશીઓને મહિલાના ઘરમાં ઝઘડો ચાલી રહ્યાનું માલુમ પડ્યું હતું. બાદમાં તપાસ કરતા મહિલા અને નોકરની હત્યાનો બનાવ સામે આવ્યો હતો. માયા લાખાની નામની મહિલાનો મૃતદેહ તેના બેડરૂમમાંથી મળી આવ્યો હતો, જ્યારે તેના નોકરનો મૃતદેહ લિવિંગ રૂમમાંથી મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે મહિલાના શરીર પર ઈજાના સાત જેટલા નિશાન છે. નોકરની ઓળખ 50 વર્ષીય બહાદુર તરીકે કરવામાં આવી છે.

  પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યાં છે. પોલીસના જણાવ્યા પ્રમાણે જે ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે તેઓ માયા લાખાની માટે જ કામ કરી રહ્યા હતા. પોલીસને હત્યા પાછળ લૂંટનો ઈરાદો હોવાની આશંકા છે.

  Fashion Designer New Delhi
  ફેશન ડિઝાઇનર


  ત્રણેય શકમંદની ઓળખ રાહુલ અનવર, રહમત અને વસીલ તરીકે કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે રાહુલ મહિલાના ઘરમાં બનેલા વર્કશોપમાં કપડાંનો ટેલર હતો. રાહુલે મહિલા પર લૂંટના ઈરાદે હુમલો કર્યો હતો, જે બાદમાં અવાજ સાંભળીને મહિલાનો નોકર દોડી આવ્યો હતો. રાહુલે તેની પણ હત્યા કરી નાખી હતી.

  પોલીસના જણાવ્યા પ્રમાણે હત્યા બાદ નિશાન હટાવવા માટે ઘરમાં સફાઈ કરવામાં આવી હતી. જે બાદમાં ત્રણેય શકમંદ લાખાનીની કાર લઈને ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે જ પોલીસે ત્રણેયની ધરપકડ કરી લીધી હતી.

  ઘટનાસ્થળે હાજર પોલીસ


  નોંધનીય છે કે 13મી ઓક્ટોબરના રોજ ગ્રેટર નોઇડાના જમાલપુર ગામ ખાતે એક એક યુગલના મૃતદેહ ખાટલા પરથી મળી આવ્યા હતા. નવમી ઓક્ટોબરના રોજ ભારતીય આર્મીના ગોલ્ફ કોર્સની કેન્ટિનમાં કામ કરતા એક 25 વર્ષીય કૂકનો મૃતદેહ દિલ્હી કેન્ટોન્મેન્ટની અંદર બનાવવામાં આવેલા કુત્રિમ તળાવમાંથી મળ્યો હતો. પોલીસે આશંકા વ્યક્ત કરી હતી કે વ્યક્તિ અકસ્માતે પાંચ ફૂટ ઊંડા તળાવમાં પડી ગયો હશે.
  Published by:Vinod Zankhaliya
  First published: