Home /News /india /

ફારુખ અબ્દુલાની ચેતવણી - 370 અને 35A પર વલણ સ્પષ્ટ કરે કેન્દ્ર, નહીંતર ચુંટણીનો બહિષ્કાર કરીશું

ફારુખ અબ્દુલાની ચેતવણી - 370 અને 35A પર વલણ સ્પષ્ટ કરે કેન્દ્ર, નહીંતર ચુંટણીનો બહિષ્કાર કરીશું

ફારુખ અબ્દુલાની ચેતવણી - 370 અને 35A પર વલણ સ્પષ્ટ કરે કેન્દ્ર, નહીંતર ચુંટણીનો બહિષ્કાર કરીશું

અબ્દુલાએ શ્રીનગરમાં આયોજીત એક કાર્યક્રમમાં કહ્યું હતું કે જો આર્ટિકલ 370 અને આર્ટિકલ 35A પર કેન્દ્ર સરકારે વલણ સ્પષ્ટ ન કર્યું તો તેમની પાર્ટી પંચાયત ચુંટણીની સાથે લોકસભા અને વિધાનસભા ચુંટણીનો પણ બહિષ્કાર કરશે

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારુખ અબ્દુલાએ ફરી એક વખત ચુંટણીનો બહિષ્કાર કરવાની ચેતવણી આપી છે. અબ્દુલાએ શ્રીનગરમાં આયોજીત એક કાર્યક્રમમાં કહ્યું હતું કે જો આર્ટિકલ 370 અને આર્ટિકલ 35A પર કેન્દ્ર સરકારે વલણ સ્પષ્ટ ન કર્યું તો તેમની પાર્ટી પંચાયત ચુંટણીની સાથે લોકસભા અને વિધાનસભા ચુંટણીનો પણ બહિષ્કાર કરશે.

ફારુખ અબ્દુલા આ પહેલા પંચાયત ચુંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી ચુક્યા છે. જમ્મુ કાશ્મીરમાં ઓક્ટોબર-નવેમ્બરમાં પંચાયત અને નગર નિગમની ચુંટણી થવાની છે. પણ રાજ્યમાં ચાલી રહેલા રાજનીતિક બબાલ વચ્ચે નેશનલ કોન્ફરન્સે કહ્યું છે કે કેન્દ્ર સરકાર પહેલા આર્ટિકલ 35A પર પોતાનું વલણ સ્પષ્ટ કરે અને પછી ચુંટણી કરાવે.

પાર્ટી સંસ્થાપક શેખ અબ્દુલાની મજાર પર આયોજીત એક કાર્યક્રમમાં ફારુખ અબ્દુલાએ કહ્યું હતું કે હું (અજીત) ડોભાલ અને કેન્દ્ર સરકારને જણાવવા માંગુ છું કે જો કાશ્મીરનું અલગ વિધાન ખોટું છે તો જમ્મુ કાશ્મીરનું ભારતમાં વિલય પણ ખોટું છે. આ વિલય સમયે જ રાજ્યના હિતોને સુરક્ષિત રાખવા માટે કાનુન બનાવવામાં આવ્યા હતા.

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીએ પાડોશી દેશ પાકિસ્તાન સાથેના સંબંધોને લઈને પણ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે જ્યારે વાજપેયી પ્રધાનમંત્રી તરીકે પાકિસ્તાન જઈ શકે છે અને કહી શકે છે કે ભારત પાકિસ્તાનને એક રાષ્ટ્રના રૂપમાં સ્વિકાર કરે છે અને તેમની સાથે સંબંધો સુધારવા માંગે છે. જો આપણે પાડોશી સાથે દોસ્તી વધારીઓ તો આપણા બંનેની ભલાઈ છે. મને આશા છે કે પ્રધાનમંત્રી વિશે વિચારશે અને આ મુદ્દે કામ કરશે.

આ સાથે તેમણે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનથી પણ આવો આગ્રહ કર્યો હતો. જો બંને દેશ અને મીડિયા સંબંધો સુધારવામાં મદદ કરે તો આ મુદ્દો તરત હલ થઈ શકે છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Article 35A, Farooq abdullah, Lok sabha polls

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन