અમરનાથ યાત્રા : ટ્રાફિક રોકવા પર ફારુકે કહ્યું - આનાથી થાય છે ટકરાવ

અમરનાથ યાત્રા દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં સ્થાનિક લોકોને હાઇવેનો ઉપયોગ ન કરવાના આદેશ પર ફારુક અબ્દુલ્લાએ ટિપ્પણી કરી

News18 Gujarati
Updated: July 8, 2019, 9:18 PM IST
અમરનાથ યાત્રા : ટ્રાફિક રોકવા પર ફારુકે કહ્યું - આનાથી થાય છે ટકરાવ
અમરનાથ યાત્રા : ટ્રાફિક રોકવા પર ફારુક અબ્દુલ્લાએ કહ્યું - આનાથી થાય છે ટકરાવ
News18 Gujarati
Updated: July 8, 2019, 9:18 PM IST
અમરનાથ યાત્રા દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં સ્થાનિક લોકોને હાઇવેનો ઉપયોગ ન કરવાના આદેશ પર નેશનલ કોન્ફ્રેસના નેતા ફારુક અબ્દુલ્લાએ ટિપ્પણી કરી છે. ફારુકે કહ્યું છે કે આના કારણે કાશ્મીરી ટૂરિઝમને પણ પરેશાની છે, શું કારણ છે હાઇવે બંધ કરવાનું? પહેલા પણ તે આરામથી ચાલતા હતા, આજે પણ આરામથી ચાલે છે. આના કારણે ટકરાવ ઉભો થાય છે.

ફારુક અબ્દુલ્લાએ કહ્યું હતું કે તેમણે બે કલાક સુધી રસ્તાને બંધ કર્યો છે. તે ન કરવું જોઈએ, કારણ કે આ ધર્મનો મામલો છે અને ધર્મ ઉપર કોઈ હુમલો કરનાર નથી.

આ પહેલા જમ્મુ કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ અમરનાથ યાત્રાને લઈને વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. મહેબુબાએ કહ્યું હતું કે અમે અમરનાથ યાત્રાનું સમર્થન કરીએ છીએ પણ સુરક્ષાના નામે કાશ્મીરીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

આ પણ વાંચો - ગઠબંધન સરકારે બહુમત ગુમાવી, કુમારસ્વામી તાત્કાલિક રાજીનામું આપે : યેદિયુરપ્પા

આ દરમિયાન મહેબુબાએ હુર્રિયત નેતાઓ સાથે વાતચીતનું પણ સમર્થન કર્યું છે. મહેબુબાએ કહ્યું હતું કે હુર્રિયતના ઉદારવાદી જુથ વાતચીત માટે તૈયાર છે. જો હુર્રિયતના નેતા વાતચીત માટે તૈયાર છે તો કેન્દ્ર સરકારે આ તકનો ઉપયોગ કરવો જોઈએ. સરકારે હુર્રિયત નેતાઓ સાથે વાતચીત શરુ કરવી જોઈએ.

બાબા અમરનાથ યાત્રાના પાંચમાં દિવસે 16,745 શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફામાં શિવલિંગના દર્શન કર્યા હતા. આ સાથે પ્રથમ પાંચ દિવસમાં 67,000થી વધારે તીર્થયાત્રીઓએ અમરનાથની યાત્રા કરી છે. આ વખતે 40 હજારથી વધારે જવાન અમરનાથ યાત્રાની સુરક્ષા માટે કામ કરી રહ્યા છે. અમરનાથ યાત્રા 1 જુલાઈથી શરુ થઈ છે. 45 દિવસીય હિન્દુ તીર્થયાત્રા 15 ઓગસ્ટે શ્રાવણ મહિનાની પૂનમે પુરી થશે.
First published: July 8, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...