Home /News /india /

બજેટમાં ખેડૂતોને મળી શકે છે મોટી રાહત, નાણામંત્રી જેટલીએ આપ્યા સંકેત

બજેટમાં ખેડૂતોને મળી શકે છે મોટી રાહત, નાણામંત્રી જેટલીએ આપ્યા સંકેત

અરૂણ જેટલી ફાઇલ ફોટો

CNBC TV-18 દ્વારા આયોજિત એવોર્ડ ફંક્શનમાં એક વિડિઓ લિંક મારફત અરૂણ જેટલીએ ખેડૂતનો બજેટમાં રાહત મળશે તેવા સંકેત આપ્યા હતા.

    ન્યૂઝ18 ગુજરાતી : નાણામંત્રી અરુણ જેટલીએ ગુરુવારે CNBC TV-18ના એક ખાસ કાર્યક્રમમાં બજેટને લઈને ઘણા મહત્વના સંકેતો આપ્યા હતા.

    તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર અર્થ વ્યવસ્થા સામે ઉભા થયેલા પડકારોને નાથવા માટે ચૂંટણી વર્ષથી અલાયદું વિચારીને કૈક નવું કરી શકે છે.

    તેમણે આ સાથે ખેડૂતો માટે પણ કેટલીક જાહેરાતો થઇ શકે છે તેવું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, જેટલી તબીબી તપાસ માટે હાલ અમેરિકામાં છે.

    CNBC TV-18 દ્વારા આયોજિત એવોર્ડ ફંક્શનમાં એક વિડિઓ લિંક મારફત તેમણે રાષ્ટ્રહિત અને પરંપરાની દુહાઈ આપતા જણાવ્યું હતું કે અર્થવ્યવસ્થા સામે કેટલીક ચિંતાઓ ઉભી થઇ છે જેનું સમાધાન કરવું જરૂરી છે.

    તેમણે જણાવ્યું કે પરંપરા તો એ જ રહી છે કે ચૂંટણી વર્ષે 'વચગાળાનું બજેટ' રજુ કરવું પરંતુ દેશહિતના ઉપલક્ષમાં એ નક્કી કરવામાં આવશે કે આ વચગાળાના બજેટમાં શું હશે ?

    કૃષિ ક્ષેત્રમાં ઉભી થયેલી સ્થિતિને પહોંચી વળવા સરકાર પરંપરાથી હટીને પગલાં લઇ શકે છે તેમ તેમણે સ્પષ્ટ કર્યું હતું. તેમણે ઊંચા ઉત્પાદન તથા મહત્વપૂર્ણ ખેતી પેદાશોની કિંમતો ઓછી વૃદ્ધિ તરફ ઈશારો કર્યો હતો.

    કૃષિ ક્ષેત્રમાં દેશની અડધીથી વધુ વસતી જોડાયેલી છે પરંતુ દેશના જીડીપીમાં તેનું યોગદાન પાંચમા ભાગથી પણ ઓછું છે !

    ટેક્સ-સ્લેબમાં બદલાવ અંગે ચર્ચાતા મૂળ અંગે જેટલીએ જણાવ્યું હતું કે, સરકાર રાજકોષીય મામલામાં અત્યંત સમજબુઝથી પગલાં લેશે.

    ભૂતકાલીન સરકારોએ આ અંગેનું પાલન નહિ કરતા હવે તેના પરિણામો ભોગવવા પડતા હોવાનું પણ તેમણે ઉચાર્યુ હતું.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Arun Jaitely, Union Budget 2019, ખેડૂત, ખેતીવાડી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन