Home /News /india /

આજે સંસદ સુધી કૂચ કરશે હજારો ખેડૂતો, વધારવામાં આવી સુરક્ષા

આજે સંસદ સુધી કૂચ કરશે હજારો ખેડૂતો, વધારવામાં આવી સુરક્ષા

દેશભરના હજારો ખેડૂતો પોતાની માંગણીઓને લઇને દિલ્હીના રામલીલા મેદાનમાં ભેગા થયા હતા

ખેડૂતો સરકાર પાસેથી પુરેપુરા દેવા માફી અને પાકના ખર્ચ પર દોઢ ગણા પૈસાની માંગ કરી રહ્યાં છે.

    દેશભરના હજારો ખેડૂતો પોતાની માંગણીઓ લઇને દિલ્હીના રામલીલા મેદાનમાં ભેગા થયા છે. જ્યાંથી આજે તેઓ સંસદ સુધી માર્ચ કરશે. ખેડૂતો સરકાર પાસેથી પૂર્ણ દેવા માફી અને પાકના ખર્ચ પર દોઢ ગણા પૈસાની માંગ કરી રહ્યાં છે. ગુરુવારે એક લાખ કરતાં વધુ ખેડૂતોએ દિલ્હીની સરહદ પર આવેલા બ્રિજવાસનથી રામલીલા મેદાન તરફ કૂચ કરી હતી.

    નોંધનીય છે કે 200થી વધુ ખેડૂત સંગઠનોનાં એકછત્રી સંગઠન અખિલ ભારતીય ખેડૂત સંઘર્ષ સંકલન સમિતિનાં નેજા હેઠળ રાજધાની દિલ્હીમાં 29-30 નવેમ્બરના રોજ બે દિવસીય કિસાન મુક્તિમાર્ચનું આયોજન કરાયું છે. જેમાં ભાગ લેવા ગુજરાત, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, તામિલનાડુ સહિત દેશભરમાંથી આવેલા હજારો ખેડૂતોએ ગુરુવારે દિલ્હીની સરહદ પર આવેલાં પાંચ સ્થળોએથી રામલીલા મેદાન તરફ મહાકાય રેલીઓ કાઢી હતી. શુક્રવારે આશરે એક લાખથી વધુ ખેડૂતો રામલીલા મેદાનથી સંસદ ભવન પર કૂચ કરવાના છે.

    જુઓ કાલે દિલ્હીનો માહોલ કેવો હતો

    પહેલા ખેડૂતો જંતર મંતર પર ભેગા થવાના હતા પરંતુ ત્યાં માત્ર એક હજાર ખેડૂતોને જ ભેગા થવાની છૂટ હતી જેથી ખેડૂતો રામલીલા મેદાન પહોંચ્યાં હતાં. આ આંદોલનમાં દેશના 213 ખેડૂત સંગઠનો ભાગ લઈ રહ્યા છે. જેમની આગેવાની ભારતીય કિસાન સંઘર્ષ સમિતિના યોગેંદ્ર યાદવ કરી રહ્યા છે. જેઓ આજે સંસદ સુધી કૂચ કરશે.ખેડૂતોની કૂચને લઈને દિલ્લી પોલીસે એડવાઈઝરી જાહેર કરી છે. એડવાઈઝરી પ્રમાણે ખેડૂતો રામલીલા મેદાન સુધી જ જઈ શકે છે. ત્યાંથી આગળ તેમને નહીં જવા દેવામાં આવે.

    આ પણ વાંચો: ગરવી ગુજરાતમાં 'પાણી પર પહેરો', અને ખાલી કેનાલમાં 'વોલીબોલ'

    ખેડૂતોની મુખ્ય માંગણીઓ

    • ખેડૂતોનું ઋણ પુરેપુરું માફ કરવામાં આવે

    • પાકના દોઢ ગણા ભાવ ચુકવવામાં આવે

    • સ્વામીનાથન કમિટીના રીપોર્ટને સંપુર્ણપણ લાગુ પાડવામાં આવે

    • ખેડૂતોને પેંશન આપવામાં આવે

    • સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવે

    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Farmers Protest, Kisan mukti march, Parliament, ખેડૂતો, દિલ્હી`

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन