Home /News /india /ચૂંટણી પહેલા મોદી સરકારે વચગાળાનાં બજેટમાં કરી આ 10 મહત્વની જાહેરાતો

ચૂંટણી પહેલા મોદી સરકારે વચગાળાનાં બજેટમાં કરી આ 10 મહત્વની જાહેરાતો

તેમણે બજેટની સ્પીચને પુરી કરતાં કહ્યું કે, 'અમારી નિયત સાફ, નીતિ સ્પષ્ટ અને નિષ્ઠા અટલ છે.'

તેમણે બજેટની સ્પીચને પુરી કરતાં કહ્યું કે, 'અમારી નિયત સાફ, નીતિ સ્પષ્ટ અને નિષ્ઠા અટલ છે.'

  ન્યૂઝ18 ગુજરાતી: 2019ની લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે આજે એટલે કે શુક્રવારે વચગાળાનું બજેટ જ રજૂ કરવામાં આવ્યું છે. પરંપરા પ્રમાણે ચૂંટણી પછી આવનારી સરકાર જ પૂર્ણ બજેટ નક્કી કરશે. આજે નાણામંત્રી પિયૂષ ગોયલે સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. જેમાં 2019ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને લોકોને ફાયદાઓ બતાવવામાં આવ્યાં છે. આ બજેટમાં મુખ્યત્વે ગરીબો, ખેડૂતો અને મધ્યમ વર્ગનાં લોકો માટે ઘણી જાહેરાત કરવામાં આવી છે. તેમણે મોદી સરકારનાં ઇરાદા અંગે વાત કરતાં જણાવ્યું કે, અમારી નિયત સાફ, નીતિ સ્પષ્ટ અને નિષ્ઠા અટલ છે. તો જોઇએ આજના બજેટની મહત્વની 10 વાતો.

  1.ખેડૂતોનાં ખાતામાં આવશે 6000 રુપિયા

  નાણામંત્રી પીયૂષ ગોયેલે ખેડૂતો માટે જાહેરાત કરી છે કે, સરકાર પશુપાલને પ્રોત્સાહનને વધારવા માટે ખેડૂત ક્રેડિટ કાર્ડ આપશે. જેમાં ગાય પાળનારા લોકોને દર વર્ષે રૂ.500 આપશે. સરકાર ગૌ માતા માટે પાછીપાની નહીં કરે. કામધેનું યાજના ઉપર રૂ.750 કરોડ ખર્ચ થશે. જેમાં ગાયની નસલની સુધારણા ઉપર પણ કામ થશે. આ ઉપરાંત ખેડૂતોને પશુપાલન અને માછલી પાલન માટે લોનમાં બે ટકા વ્યાજ છૂટ આપવામાં આવશે. આ સાથે જ તેમણે કહ્યું કે પ્રાકૃતિક આપદાથી ઝઝૂમી રહેલા દરેક ખેડૂતોને 2 ટકા અને વધારાના ત્રણ ટકા એટલે કે કુલ 5 ટકા વ્યાજ છૂટ અપાશે. આ ઉપરાંત ખેડૂતો માટે જે અંતર્ગત 2 હેક્ટર સુધી જમીન વાળા ખેડૂતોને વર્ષના છ હજાર રૂપિયા આપશે. જેનો ફાયદો ખેડૂતોને ડિસેમ્બર 2018થી મળશે. આ રૂપિયા ખેડૂતોને બે-બે હજાર એમ ત્રણ ભાગમાં સીધા જ ખેડૂતોના ખાતામાં આવશે. પીએમ કિસાન યોજના અંતર્ગત રૂ. 75 હજાર કરોડ ખર્ચ કરશે.

  2. પાંચ લાખ સુધીની આવક ટેક્સ ફ્રી

  પોતાનાં બજેટ ભાષણમાં ચૂંટણીનાં દાવપેચ રમતા નાણામંત્રીએ કહ્યું કે, આ બજેટમાં વેરાની સીમામાં કોઇ છૂટ આપવામાં નથી આવી. તેમણે આવનારા પૂર્ણ બજેટ માટે પ્રસ્તાવ આપી દીધો છે કે પાંચ લાખ રૂપિયા સુધીની આવકને ટેક્સ ફ્રી કરવામાં આવશે. આ પ્રસ્તાવની સાથે જ તેમણે સાફ સંદેશ આપ્યો છે કે મોદી સરકાર આવી તો આગામી બજેટમાં 5 લાખ સુધીની આવક પર ટેક્સ છૂટની જાહેરાત કરવામાં આવશે.

  3. દસ કરોડ કામદારોને પેન્શન યોજનાનો લાભ મળશે

  પીયૂષ ગોયલે કામદારો માટે જાહેરાત કરતા કહ્યું કે, '10 કરોડ કામદારોને પેન્શન યોજનાનો લાભ મળશે. વેતન આયોગની ભલામણને લાગુ કરવામાં આવી છે. દેશમાં રોજગારને પ્રોત્સાહન મળ્યું છે. બે વર્ષમાં બે કરોડ લોકોને રોજગારી મળી છે. શ્રમિકોનું બોનસ વધારી 7 હજાર કરાયું, ગ્રેજ્યુટીની સીમા 10 લાખથી 20 લાખ કરવામાં આવી. 25 હજારના પગારધારકોને ESIનો લાભ મળશે. 21 હજારના પગારધારકોને બોનસ મળશે. નવી પેન્શન સ્કીમમાં સરકારની ભાગીદારી 14 ટકા, કામદારના આકસ્મિત મૃત્યુ માટે 6 લાખ રૂપિયાની રાહત આપવામાં આવી. પીએમ શ્રમયોગી માનધન યોજનાને મંજૂરી આપી. 15 હજાર આવક ધરાવતા લોકોને પેન્શન મળશે. ચાલુ વર્ષથી જ માનધન યોજના લાગુ કરી દેવામાં આવશે.'  4. રક્ષા બજેટ 3 લાખ કરોડથી વધારે

  તેમણે કહ્યું, આપણાં જવાન આપણા દેશનું ગૌરવ છે. ગત 40 વર્ષોથી લંબિત વન રેંક વન પેન્શન યોજનાને અમારી સરકારે લાગૂ કરી છે. આ યોજના અંતર્ગત અત્યાર સુધી 35 હજાર કરોડ રુપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. ભાજપાનાં મેનિફેસ્ટોમાં ઓઆરઓપીને લાગૂ કરવાનો વાયદો પણ કર્યો હતો જેને પુરો કરવામાં આવ્યો છે. રક્ષા બજેટ 3 લાખ કરોડથી વધારે થશે. આનાથી વધારે ફંડ પણ આપવામાં આવશે.

  5. નાના ઉદ્યોગ માટે મોટો નિર્ણય

  નાણામંત્રીએ નાના ઉદ્યોગ માટે મોટો નિર્ણય આપતાં કહ્યું કે, સ્ટાર્ટપમાં ભારત વિશ્વનું બીજું સૌથી મોટુ હબ બની ગયું છે. કૌશલ વિકાસ યોજનામાં 1 કરોડ યુવાનોને લાભ મળશે. 1 કરોડ સુધીની લોનની સુવિધા આપવામાં આવશે. 59 મીનિટમાં 1 કરોડની લોન આપવાની યોજના પણ બનાવવામાં આવી છે.

  6. વિકાસ થઇ રહ્યો છે એટલે નોકરીઓ પણ આવશે

  ઉડાન સ્કીમ અંતર્ગત હવાઇ ચપ્પલ પહેરનારા હવાઇ જહાજમાં ઉડી રહી છે. આજે દેશભરમાં 100 એરપોર્ટ બની ચુક્યા છે. આટલો વિકાસ થઇ રહ્યો છે તો નોકરીઓ પણ આવશે. બ્રોડ ગેજ રેલવેમાં એક પણ માનવ રહિત ગેટ નથી. છેલ્લા 5 વર્ષોમાં હવાઇ યાત્રીઓની સંખ્યા બેગણી થઇ ગઇ છે. છેલ્લાં પાંચ વર્ષમાં સોર્ય ઉર્જામાં 10 ગણો વધારો થયો છે.

  7. ગ્રેજ્યુટી વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી

  નાણામંત્રીએ કહ્યું કે, 'મોદી સરકારે કર્મચારીઓની ગ્રેજ્યુટી 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે, ગ્રેજ્યુટી અધિનિયમ, 2018'29 માર્ચ 2018થી લાગુ કરવામાં આવી છે.

  8. ઘર ખરીદનારને ટેક્સમાં ફાયદાની વિચારણા

  રોજબરોજનાં વપરાશની મહત્તમ વસ્તુઓમાં જીએસટીનાં 5 ટકાનાં સ્લેબમાં રાખવામાં આવ્યું છે. ઘર ખરીદનારને પણ રાહત આપવા માટે જીએસટી ઓછું કરવા માટે પણ એક ગ્રુપ બનાવવામાં આવ્યું છે. જે આ મામલામાં વિચાર કરશે અને મધ્મય વર્ગને રાહત આપશે. આ વર્ષે 97100 કરોડ રૂપિયા એવરેજ જીએસટી કલેક્શન થયું છે. જાન્યુઆરીમાં 1 લાખ કરોડથી વધારે થઇ શકે છે.

  9. બિલ્ડરો માટે મોટી જાહેરાત 

  તેમણે બિલ્ડરો અને ભાડે રહેતા લોકો માટે મહત્વની જાહેરાત કરતાં કહ્યું કે, કોઇપણ 1 ઘર વેચીને બે ઘર લેશો તો કેપિટલ ગેન્સ નહીં લાગે. જો તમે ભાડે રહો છો અને વાર્ષિક 2.40 લાખ સુધી રૂપિયા ભાડાપેટે ચુકવો છો તો તેની પર ટીડીએસ નહીં લાગે.

  10. સિનેમા જોવા જનારાઓ માટે ટેક્સમાં રાહત આપવામાં આવશે

  નાણા મંત્રીએ બજેટ રજૂ કરતા હાલમાં જ સર્જિકલ સ્ટ્રાઇક પર બનેલી ફિલ્મ 'ઉરી'નો ઉલ્લેખ કરતાં કહ્યું કે તેઓએ થોડા દિવસ પહેલા 'ઉરી' જોઈ એન તેમને ખૂબ જ મજા આવી. તેની પર ત્યાં હાજર તમામ લોકો મોટેથી બોલવા લાગ્યા 'How's The Josh'. ઉલ્લેખનીય છે કે ફિલ્મના આ ડાયલોગ વિકી કૌશલે બોલ્યો જે દેશભરમાં સૌથી પસંદનો ડાયલોગ બની ગયો. આ ઉપરાંત નાણા મંત્રીએ પોતાના ભાષણમાં કહ્યું કે સિનેમા જોવા જનારાઓ માટે ટેક્સમાં રાહત આપવામાં આવશે. ઉલ્લખેનીય છે કે, હાલમાં જ સિનેમા ટિકિટ પર લાગતાં જીએસટી સાથે જોડાયેલા મુદ્દા પર વાત કરવા માટે અનેક બોલિવુડ સ્ટાર્સે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: બજેટ

  विज्ञापन
  विज्ञापन