મનોહર પારિકરની સાદગીનો આ કિસ્સો છે ઘણો પ્રખ્યાત, જાણો આ વિશે

મનોહર પારિકરની સાદગીનો આ કિસ્સો છે ઘણો પ્રખ્યાત, જાણો આ વિશે
મનોહર પારિકરની સાદગીનો આ કિસ્સો છે ઘણો પ્રખ્યાત, જાણો આ વિશે

સ્કુટર ચાલકે પોતાની હેલ્મેટ ઉતારીને કહ્યું હતું કે બેટા, હું અહીંનો મુખ્યમંત્રી છું

 • Share this:
  ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકરનું રવિવારે 63 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. પરિકર ગોવાના જ નહી દેશના સૌથી લોકપ્રિય નેતાઓમાંથી એક હતા. તેમની સાદગી અને ઇમાનદારી માટે વિપક્ષી પાર્ટીઓના નેતા પણ સન્માન કરતા હતા. તે દેશના એવા ખાસ રાજનેતાઓમાંથી એક હતી જેમને યુવાનો પોતાનો રોલ મોડલ માનતા હતા. પારિકરની સાદગીના ઘણા કિસ્સા ચર્ચિત છે.

  મુખ્યમંત્રીના રુપમાં પહેલા કાર્યકાળ દરમિયાન પારિકર ગોવામાં સ્કુટર ઉપર ફરતા હતા. તેને લઈને એક કિસ્સો વોટ્સએપ અને અન્સ સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યો છે. કેટલાકના મતે આ સાચે જ બનેલી ઘટના છે તો કેટલાક લોકોનું કહેવું છે કે આ યુવાઓને ટ્રાફિક નિયમોને લઈને જાગૃત કરવા આ મેસેજ બનાવ્યો હતો.  આ પણ વાંચો - એવા CM જે સ્કુટર ઉપર જતા હતા ઓફિસ, વિરોધીઓ પણ સાદગીની કરતા પ્રશંસા

  આ કિસ્સામાં એવું છે કે એક મોંઘી અને મોટી ગાડી લઈને જતા યુવકે હેલ્મેટ પહેરેલા બાઇક ચાલકને ગાડી અથડાવી હતી. યુવક પોતાની ગાડીમાંથી ઉતર્યો હતો અને કહ્યું હતું કે જોઈને ચલાવી શકતો નથી? સ્કુટર ચાલકે કહ્યું હતું કે હું તો યોગ્ય દિશામાં જ જઈ રહ્યો હતો, તમે ખોટી રીતે ગાડી ચલાવી રહ્યા હતા. આવો જવાબ સાંભળી ગાડી વાળો યુવક ગુસ્સે થયો હતો અને કહ્યું હતું કે તું જાણે છે કે મારા પિતા કોણ છે. આ સવાલ સાંભળી સ્કુટર ચાલકે પોતાની હેલ્મેટ ઉતારીને કહ્યું હતું કે બેટા, હું અહીંનો મુખ્યમંત્રી છું.

  આ પણ વાંચો - મનોહર પાર્રિકરનું નિધન, કેન્દ્ર સરકારે 18મી માર્ચે રાષ્ટ્રીય શોક જાહેર કર્યો
  Published by:Ashish Goyal
  First published:March 17, 2019, 23:17 pm

  टॉप स्टोरीज