દુનિયાભરમાં ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ ડાઉન

દુનિયાભરમાં ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ ડાઉન

ફેસબુક પર લિંક, તસવીરો પોસ્ટ કરવામાં યૂઝર્સને મુશ્કેલી થઈ રહી છે

 • Share this:
  દુનિયાભરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ ડાઉન થઈ ગયું છે. યૂઝર્સને તસવીરો પોસ્ટ કરવામાં મુશ્કેલી આવી રહી છે. વોટ્સએપ ઉપર યૂઝર્સ તસવીરો ડાઉનલોડ કરી શકતા નથી. જ્યારે ઇન્સ્ટાગ્રામ ઉપર સ્ટોરી લગાવવામાં યૂઝર્સને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સિવાય ફેસબુક પર લિંક, તસવીરો પોસ્ટ કરવામાં યૂઝર્સને મુશ્કેલી થઈ રહી છે.

  વોટ્સએપ ઉપર લોકો એકબીજાને મોકલાવેલ ફોટો, વીડિયો અને ડોક્યુમેન્ટસ શેર કરી શકતા નથી. ઇન્સ્ટાગ્રામ ઉપર ઉપર લોકો ઇંસ્ટા સ્ટોરી અને ફીડ ચેક કરી શકતા નથી. ફેસબુક ઉપર લોકો પોતાની ન્યૂઝ ફિડ જોઇ શકતા નથી. સાથે તસવીરો પોસ્ટ કરવામાં પરેશાની આવી રહી છે.  આ પણ વાંચો - કોમેન્ટેટર માંજરેકરની વાતથી જાડેજાએ પિત્તો ગુમાવ્યો, આપ્યો જડબાતોડ જવાબ

  જોકે ટ્વિટર યોગ્ય રીતે કામ કરી રહ્યું છે. ટ્વિટર પર #whatsappdown #instagramdown ટોપ ટ્રેન્ડ કરી રહ્યું છે. લોકો અલગ-અલગ પ્રકારના મીમ્સ શેર કરી રહ્યા છે.
  Published by:Ashish Goyal
  First published: