ચૂંટણી 2019: આ હાઇપ્રોફાઇલ સીટ પર રહેશે બધાની નજર

News18 Gujarati
Updated: March 11, 2019, 1:17 PM IST
ચૂંટણી 2019: આ હાઇપ્રોફાઇલ સીટ પર રહેશે બધાની નજર
સાત ચરણોમાં થનારી આ ચૂંટણી દરમિયાન આખા દેશની નજરો ઘણી હાઇપ્રોફાઇલ સીટો પર રહેશે.

ચૂંટણી આયોગે રવિવારે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: ચૂંટણી આયોગે રવિવારે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. સાત ચરણોમાં થનારી આ ચૂંટણી દરમિયાન આખા દેશની નજરો ઘણી હાઇપ્રોફાઇલ સીટો પર રહેશે. વારાણસીમાં મતદાન છેલ્લા ચરણમાં 19 મેનાં રોજ થશે. આ સીટનું પ્રતિનિધિત્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યાં છે. જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી (અમેઠી) અને સોનિયા ગાંધી (રાયબરેલી) સહિત ઘણાં અન્ય વીવીઆઈપી સીટો પર છ મેનાં રોજ વોટિંગ કરશે.

લખનઉમાં પણ છ મનાં રોજ મતદાન થશે. જ્યાંથી 2014માં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ ચૂંટાયા હતાં. આવી જ રીતે હાજીપુર લોકસભા સીટ માટે મતદાન છ મેનાં થશે. જેનું પ્રતિનિધિત્વ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન કરે છે.

વડોદરા અને પુરીમાં મતદાન 23 એપ્રલનાં થશે. ગત લોકસભા ચૂંટણીમાં મોદી વારાણસી ઉપરાંત વડોદરાથી પણ ચૂંટાયા હતાં. ચર્ચા એવી પણ ચાલે છે કે આ વખતે પુરી બીજી સીટ હશે જ્યાંથી વડાપ્રધાન ચૂંટણી લડી શકે છે. જો કે બીજેપી તરફથી આ અંગે કોઇ નિવેદન આવ્યું નથી.

મૈનપુરીમાં પણ મતદાન 23 એપ્રિલનાં રોજ થશે. અહીં 2014માં સમાજવાદી પાર્ટીનાં સંસ્થાપક મુલાયમ સિંહ યાદવ ચૂંટાયા હતાં. આઝમગઢ સીટ જેમાં મુલાયમે બરકરાર રાખી હતી. જ્યાં 12 મેનાં રોજ સંપન્ન થશે. કન્નોઝમાં મતદાન 29 એપ્રિલનાં થશે. જ્યાંથી મુલાયમની વહૂ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ 2014માં સાંસદ બની હતી.

બીજેપીની નેતા ઉમા ભારતીની સંસદીય સીટ ઝાંસી અને વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીની સંસદીય સીટ કાનપુરમાં મતદાન 29 એપ્રિલનાં થશે. જ્યારે વિદિશા જ્યાંથી 2014માં કેન્દ્રીય મંત્રી સુષ્મા સ્વરાજ ચૂંટાયા હતાં ત્યાં 12 માર્ચનાં રોજ ચૂંટણી કરાવવામાં આવશે. કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાની ગુણા સીટ માટે પણ મતદાન 12 મેનાં રોજ થશે.

જ્યારે અમૃતસરમાં મતદાન 19 મેનાં રોજ થશે. જ્યાંથી અરૂણ જેટલી 2014માં લોકસભા ચૂંટણી હારી ગયા હતાં. એક મહિનાથી વધારે ચાલનારા ચૂંટણીનાં કાર્યક્રમમાં પહેલા ચરણનું મતદાન 11 એપ્રિલનાં રોજ, જ્યારે છેલ્લું અને સાતમા ચરણનું મતદાન 19 મેનાં રોજ થશે. મતગણના 23 મેનાં રોજ થશે.
First published: March 11, 2019
વધુ વાંચો
अगली ख़बर