Home /News /india /બેન્ક ખાતા સાથે આધાર-પાન સાથે લિંક કરવાની તારીખ લંબાવાઇ

બેન્ક ખાતા સાથે આધાર-પાન સાથે લિંક કરવાની તારીખ લંબાવાઇ

પ્રિવેંશન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ આધારને બેંક ખાતા સાથે લિંક કરવાની અંતિમ તારીખને હાલમાં અનિશ્ચિત કાળ સુધી વધારવામાં આવી છે

પ્રિવેંશન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ આધારને બેંક ખાતા સાથે લિંક કરવાની અંતિમ તારીખને હાલમાં અનિશ્ચિત કાળ સુધી વધારવામાં આવી છે

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે બેંક ખાતાને આધાર કાર્ડ સાથે લીંક કરવાની તારીખ પર પોતાનો નિર્ણય ટાળી દીધો છે. પ્રિવેંશન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ આધારને બેંક ખાતા સાથે લિંક કરવાની અંતિમ તારીખને હાલમાં અનિશ્ચિત કાળ સુધી વધારવામાં આવી છે. આધાર પર ગુરવારે અહમ સુનવણી પહેલાં સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે.

સરકારે બુધવારે નોટિફિકેશન જાહેર કરી આ વાતની માહિતી આપી છે. સરકારે આ નોટિફઇકેશનમાં પ્રિવેંશન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ 2002માં બદલાવ કરતાં સુચન કર્યુ છે કે, 31 ડિસેમ્બર 2017 બાદ પણ બેંક ખાતાને આધાર અને પેન કાર્ડ સાથે લિંક કરી શકાશે. સરકાર આ મામલે નવું નોટિફિકેશન જાહેર કરીને આગળની પ્રક્રિયા અને અંતિમ તારીખ પર નિર્ણય લેશે.

આ પહેલાં આધારને બેંક ખાતા સાથે લિંક કરવાની તારીખ 31 ડિસેમ્બર 2017 હતી. 7 ડિસેમ્બરનાં રોજ સુપ્રીમ કો્રટે સુનવણી દરમિયાન સરકારનાં પક્ષ સાંભળતા અટોર્ની જનરલને કહ્યું હતુ કે, જે લોકો પાસ આધાર નથી તેમનાં માટે સરકાર અંતિમ તારીખ વધારીને 31 માર્ચ 2018 કરવાં ઇચ્છે છે. આ સમયે તેમણે એમ પણ ઉમેર્યુ હતું કે, આધારથી જરૂરી સેવાઓને લિંક કરવાની ફરજને તે
આગામી વર્ષની 31 માર્ચ સુધી વધારવાનાં પક્ષમાં છે.

સરકાર આ પહેલાં જ આધારને પેન સાથે લિંક કરીને તારીખ વધારી ચૂકી છે. નાણાખાતાએ નોટિફિકેશન જાહેર કરીને આધારને પેન સાથે લિંક કરવાની તારીખને 31 ડિસેમ્બર 2017થી વધઆરીને 31 માર્ચ 2018 કરી દીધી છે. જોકે આધારને મોબાઇ નંબર સાથે લિંક કરવાની તારીખમાં કોઇ બદલાવ નથી આવ્યો. આધારને મોબાઇલ સાથે લિંક કરવાની અંતિમ તારીખ 6 ફેબ્રુઆરી છે.
First published:

Tags: Aadhar card, Bank, Extension

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन