ઉપ રાષ્ટ્રપતિ વૈંકયા નાયડુએ રવિવારે એક્ઝિટ પોલના પરિણામોની મજાક ઉડાવતા કહ્યું હતું કે એક્ઝિટ પોલ, એક્ઝેટ પોલ (સટીક) નથી. ઉપ રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે એક્ઝિટ પોલનો અર્થ સટીક પરિણામ નથી. આપણે તેને સમજવા જોઈએ. 1999થી મોટાભાગના એક્ઝિટ પોલ ખોટા સાબિત થયા છે.
વૈંકયા નાયડુએ આ વાત ગૂંટૂરમાં એક અનૌપચારિક મીટિંગ દરમિયાન કહી હતી. લોકસભા ચૂંટણીને લઈને તેમણે કહ્યું હતું કે દરેક પાર્ટીનો વિશ્વાસ (જીતને લઈને) યથાવત્ છે. 23 તારીખ સુધી દરેક પોતાનો આત્મવિશ્વાસ બતાવશે. જેથી આપણે 23 તારીખ સુધી રાહ જોવી પડશે.
તેમણે આગળ કહ્યું હતું કે દેશ અને તેના રાજ્યોને યોગ્ય નેતા અને સ્થિર સરકારની જરુર છે. જે પણ હોય, બસ આટલી જ જરુર છે. સમાજમાં પરિવર્તનની શરુઆત રાજનીતિક પાર્ટીઓથી થવી જોઈએ. જો લોકતંત્ર મજબૂત કરવું છે તો બધાએ પોતાના કર્તવ્યોનું પાલન કરવું પડશે.
ઉપ રાષ્ટ્રપતિએ એ વાત ઉપર અફસોસ વ્યક્ત કર્યો હતો કે વર્તમાન રાજનીતિકમાં શિષ્ટાચાર ખતમ થઈ ગયો છે. નેતાઓના ભાષણમાં ઘણી ગિરાવટ આવી છે. તે અંગત ટિપ્પણીઓ કરી રહ્યા છે. રાજનીતિમાં કોઈ કોઈનો દુશ્મન નથી. તે ફક્ત પ્રતિસ્પર્ધી છે. તે આ મૂળ તથ્યને ભૂલી રહ્યા છે.
ઉપ રાષ્ટ્રપતિએ ચૂંટણી જીતવા માટે રાજનીતિ દળો દ્વારા મફત આપવાની જાહેરાતની પણ ટિકા કરી છે. તેમણે કહ્યું હતું કે જે તમને પાંચ વર્ષ માટે જનાદેશ આપ્યો છે. તમારે કામ કરવા પડશે. આવું કર્યા સિવાય તમે અંતિમ સમયે મફતની જાહેરાત કરો છો. હુ હંમેશા તેનો વિરોધ કરું છું.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર