લોકસભા ચૂંટણી 2019માં ન્યૂઝ 18ના એક્ઝિટ પોલમાં NDAને પૂર્ણ બહુમત મળી રહી છે. જ્યારે અન્ચ ચેનલોના એક્ઝિટ પોલમાં પણ NDAને બહુમત મળતી બતાડવામાં આવી રહી છે. આવા સમયે બિહારની બે સીટો ઉપર બધાની નજર હતી. આ હાઇપ્રોફાઇલ સીટો હતી બેગૂસરાય અને પટના સાહિબ. બેગૂસરાયથી બીજેપીના ગિરિરાજ સિંહ સામે સીપીઆઈએ કન્હૈયા કુમારને મેદાનમાં ઉતાર્યો હતો. જ્યારે પટના સાહિબ સીટ પર કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને કોંગ્રેસના શત્રુધ્ન સિન્હા વચ્ચે મુકાબલો છે.
એબીપી નીલસનના એક્ઝિટ પોલના મતે બેગૂસરાયમાં સીપીઆઈના ઉમેદવાર કન્હૈયા કુમારનો પરાજય થશે. અહીંથી બીજેપીના કદાવર નેતા ગિરિરાજ સિંહનો વિજય થતો દેખાડવામાં આવ્યો છે. બીજી તરફ પટના સાહિબથી કોંગ્રેસના ઉમેદવાર શત્રુધ્ન સિન્હાનો પરાજય બતાવવામાં આવી રહ્યો છે. એબીપી નીલસનના એક્ઝિટ પોલના મતે પાટિલપુત્ર સીટથી મહાગઠબંધન તરફથી આરજેડીની ઉમેદવાર અને લાલુ યાદવની પુત્રી મીસા ભારતી પણ પોતાની સીટ પરથી હારી જશે.
એબીપી નીલસનના મતે બિહારની 40 લોકસભા સીટોમાંથી એનડીએને 34 સીટો મળશે. જ્યારે ન્યૂઝ 18ના એક્ઝિટ પોલ પ્રમાણે બિહારની 40 લોકસભા સીટોમાંથી એનડીએને 34 થી 36 સીટો મળવાની સંભાવના છે. જ્યારે યૂપીએને 6 સીટો મળવાની સંભાવના છે. ઝારખંડની 14 લોકસભા સીટોમાંથી એનડીએના ખાતામાં 10 સીટો આવી રહી છે.જ્યારે યૂપીએને 4 સીટો મળી શકે છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર