Exit Polls: છત્તીસગઢ અને MPમાં ખરાખરીનો જંગ, રાજસ્થાનમાં કોંગ્રેસ

રાજસ્થાન, તેલંગાણા, મધ્ય પ્રદેશ છત્તીસગઢ અને મિઝોરમમાં કોની સરકાર બનશે તેના એક્ઝિટ પોલમાં અલગ-અલગ દાવા કરવામાં આવી રહ્યા છે

રાજસ્થાન, તેલંગાણા, મધ્ય પ્રદેશ છત્તીસગઢ અને મિઝોરમમાં કોની સરકાર બનશે તેના એક્ઝિટ પોલમાં અલગ-અલગ દાવા કરવામાં આવી રહ્યા છે

  • Share this:
    રાજસ્થાન અને તેલંગાણા વિધાનસભાની ચૂંટણી પુરી થતાની સાથે જ એક્ઝિટ પોલ સામે આવી રહ્યા છે. રાજસ્થાન, તેલંગાણા, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને મિઝોરમમાં કોની સરકાર બનશે તેના એક્ઝિટ પોલમાં અલગ-અલગ દાવા કરવામાં આવી રહ્યા છે. જો કે મોટાભાગના એક્ઝિટ પોલમાં કોંગ્રેસને ફાયદો થશે તેમ લાગી રહ્યું છે, જેમાં ખાસ કરીને મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ રહેશે, જ્યારે રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર બનવાના આસાર દેખાઇ રહ્યાં છે.

    મધ્ય પ્રદેશ - મધ્ય પ્રદેશમાં ઇન્ડિયા ટુડે અને એક્સિસના એક્ઝિટ પોલમાં કોંગ્રેસને 104થી 122 સીટ, બીજેપીને 102થી 120 સીટ મળવાનો અંદાજ છે. આમ મધ્ય પ્રદેશમાં રોમાંચક ટક્કર જોવા મળી રહી છે. ટાઇમ્સ નાઉ-સીએનએક્સના એક્ઝિટ પોલ મતે મધ્ય પ્રદેશમાં ફરી વખત બીજેપી સરકાર બનાવવા જઈ રહી છે. આ એક્ઝિટ પોલમાં બીજેપીને 126 સીટો, કોંગ્રેસને 89 સીટો, બીએસપીને 6 સીટો અને અન્યને 6 સીટો મળવાનો અંદાજ છે. ઇન્ડિયા ટીવી-સીએનએક્સના મતે મધ્ય પ્રદેશમાં બીજેપીને 84, કોંગ્રેસને 62, બીએસપીને 6 અને અન્યને 6 સીટો મળી શકે છે. રિપબ્લિક ટીવીના મતે ભાજપને 108થી 128 અને કોંગ્રેસને 95થી 115 સીટો મળવાનો અંદાજ છે.



    રાજસ્થાન - ટાઇમ્સ નાઉ-સીએનએક્સના એક્ઝિટ પોલના મતે રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર બની રહી છે. આ પોલમાં કોંગ્રેસને 105 સીટ અને બીજેપીને 85 સીટો મળવાનો અંદાજ છે. એક્સિસ-માઇ ઇન્ડિયાના સર્વેમાં કોંગ્રેસને રાજસ્થાનમાં 119-141 સીટો મળી રહી છે. જ્યારે બીજેપીને 55-72 સીટો મળી રહી છે.





    આ પણ વાંચો - તેલંગાણાની ચૂંટણીમાં જ્વાલા ગુટ્ટાનું નામ વોટિંગ લિસ્ટમાંથી ગાયબ

    છત્તીસગઢ - છત્તીસગઢમાં ચારમાંથી ત્રણ એક્ઝિટ પોલમાં બીજેપી જીતશે તેવો અંદાજ લગાવ્યો છે.  ઇન્ડિયા ટીવી-સીએનએક્સના એક્ઝિટ પોલ મતે છત્તીસગઢમાં બીજેપીને 42-50 સીટ, કોંગ્રેસને 32-38 સીટ, જનતા કોંગ્રેસને 6-8 સીટ અને અન્યને 1-3 સીટ મળવાનો અંદાજ છે. રિપબ્લિક-સી વોટરના એક્ઝિટ પોલમાં છત્તીસગઢમાં બીજેપીને 35-43 સીટ, કોંગ્રેસને 42-50 સીટ, બસપાને 5-6 સીટ અને અન્ય દળોને એક સીટ મળવાનો અંદાજ છે. ટાઇમ્સ નાઉના એક્ઝિટ પોલમાં બીજેપીને 46, કોંગ્રેસને 35, બસપાને 7 અને અન્યને 2 સીટો મળશે. ન્યૂઝ એક્સના એક્ઝિટ પોલમાં બીજેપીને 43, કોંગ્રેસને 40 અને અન્યને 7 સીટો મળે તેવો અંદાજ છે. ઇન્ડિયા ટુડે-એક્સિસના એક્ઝિટ પોલમાં બીજેપીને 42-50, કોંગ્રેસને 32-28, બસપા-જોગીને 6-8 અને અન્યને 1-3 સીટો મળશે. અહીં સરકાર બનાવવા માટે 46 સીટોની જરુર છે. પોલના મતે રમણસિંહ ચોથી વખત સરકાર બનાવવા જઈ રહ્યા છે.



    આ પણ વાંચો - ઈમરાનનું વિવાદાસ્પદ નિવેદન: 'ભારતની સરકાર એન્ટી મુસ્લિમ, એન્ટી પાકિસ્તાની'

    તેલંગાણા - ટાઇમ્સ નાઉ-સીએનએક્સના મતે તેલંગાણામાં ફરી એક વખત ચંદ્રશેખર રાવની સરકાર બનતી જોવા મળી રહી છે. એક્ઝિટ પોલમાં ટીઆરએસને 66, કોંગ્રેસને 37, બીજેપીને 7 અને અન્યને 9 સીટો મળવાનો અંદાજ છે. રિપબ્લિક ટીવીના એક્ઝિટ પોલના મતે તેલંગાણામાં ટીઆરએસને 50-60, કોંગ્રેસને 38-52, બીજેપીને 4-7 સીટો અને અન્યને 8-14 સીટો મળી શકે છે.

    મિઝોરમ - મિઝોરમમાં રિપબ્લિક-સી વોટરના એક્ઝિટ પોલ પ્રમાણે રાજ્યમાં કોઈ પાર્ટીને બહુમત મળશે નહીં. એક્ઝિટ પોલ પ્રમાણે મિઝોરમ નેશનલ ફ્રંટને 16થી 20, કોંગ્રેસને 14થી 18 અને અન્યને 0-3 સીટ મળશે. મિઝારમમાં હાલ કોંગ્રેસની સરકાર છે. 10 વર્ષથી કોંગ્રેસના પી લલથનહવલા મુખ્યમંત્રી છે. રાજ્યમાં 40 સીટો છે અને બહુમત માટે 21 સીટોની જરુર છે.
    Published by:Ashish Goyal
    First published: