Exclusive Interview: અયોધ્યા પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય લાગુ કરીશું - યોગી આદિત્યનાથ

News18 Gujarati
Updated: September 19, 2019, 11:36 AM IST
Exclusive Interview: અયોધ્યા પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય લાગુ કરીશું - યોગી આદિત્યનાથ
Exclusive Interview: અયોધ્યા પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય લાગુ કરીશું - યોગી આદિત્યનાથ

નેટવર્ક 18ના એડિટર ઇન ચીફ રાહુલ જોશીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો ઇન્ટરવ્યૂ લીધો

  • Share this:
ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) નેટવર્ક 18 (Network18)સાથે Exclusive ઇન્ટરવ્યૂમાં રામ મંદિર મામલે (Ram Mandir Case) સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં રોજ થઈ રહેલી સુનાવણીના નિર્ણયનું સ્વાગત કર્યું છે અને સાથે આ મામલામાં તથ્યોના આધારે એક સકારાત્મક નિર્ણય આવવાની આશા વ્યક્ત કરી છે.

નેટવર્ક 18ના એડિટર ઇન ચીફ રાહુલ જોશીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો ઇન્ટરવ્યૂ લીધો હતો. આ ઇન્ટરવ્યૂમાં યોગી આદિત્યનાથે અયોધ્યા (Ayodhya),જનસંખ્યા નિયંત્રણ અને હિન્દીને રાષ્ટ્રીય ભાષા બનાવવાના મુદ્દા પર ખુલીને વાત કરી હતી.

અયોધ્યા પર સકારાત્મક નિર્ણયની સંભાવના

યોગીએ રામમંદિર વિવાદ અને અયોધ્યામાં ચાલી રહેલી સુનાવણી પર કહ્યું હતું કે નિર્ણય તથ્ય અને પ્રમાણના આધાર પર થાય છે. અમે બધા આશાવાદી છીએ અને અમને વિશ્વાસ છે કે કોર્ટ જે નિર્ણય કરશે તેની અમે લાગુ કરીશું. અમે પહેલા પણ કોર્ટના નિર્ણયને પરિણામ જોયા વગર લાગુ કર્યા છે. સારું થાત જો અયોધ્યા મામલામાં મધ્યસ્થતા માટે સુપ્રીમ કોર્ટે જે સમય આપ્યો હતો તેમાં મુસ્લિમ પક્ષ એક ઉકેલ માટે રાજી થાત. આમ ત્યારે થાત જ્યારે તે સકારાત્મક હોત પણ જો કોઈ જીદ ઉપર અડી જાય તો ઉકેલ મધ્યસ્થતાથી નિકળી શકે નહીં. આવા સમયે તેમણે કહ્યું હતું કે કોર્ટ પાસેથી તેમને એક એવા નિર્ણયની આશા છે, જેનાથી આ મામલાનો હંમેશા માટે અંત થઈ જશે.

આ પણ વાંચો - અયોધ્યા વિવાદ : સુપ્રીમમાં 18 ઓક્ટોબર સુધીમાં સુનાવણી પૂર્ણ થશે, નવેમ્બરમાં ચુકાદાની શક્યતા

જનસંખ્યા નિયંત્રણથી જ થઈ શકે છે દેશના સંશોધનોની યોગ્ય વહેંચણીસીએમ યોગીએ દેશની વધતી જનસંખ્યાને મહત્વનો અને જ્વલંત મુદ્દો બતાવ્યો છે. તેમણે કહ્યું હતું કે દેશના સંશાધનોની વહેંચણી બધા વચ્ચે સારી રીતે થઈ શકે તે જનસંખ્યા નિયંત્રણ પછી જ થઈ શકશે. આપણી પાસે વર્તમાનમાં જે માનવ સંશાધન છે. હવે તેની ગુણવત્તામાં વધારાની વાત થવી જોઈએ. તમે કેટલો પણ ડેવલપમેન્ટ કરો, જો આઝાદી નિયંત્રિત નહીં કરો તો આપણી સામે ધાર્મિક જનસંખ્યાની સમસ્યા ઉભી થઈ શકે છે.

યોગી આદિત્યનાથે એ પણ કહ્યું હતું કે જો વધતી જનસંખ્યા ઉપર અંકુશ નહીં લગાવવામાં આવે તો આવનાર સમયમાં વિકાસ યોજનાનો લાભ બધાને મળી શકશે નહીં. અને તેના કારણે અન્ય સમસ્યાઓ પણ ઉભી થશે. તેમણે એ આશ્વાસન આપ્યું છે કે સરકાર સમય આવે ત્યારે આ મુદ્દા ઉપર પગલાં ભરશે.

દક્ષિણ ભારતીય રાજ્યોમાં સ્થાનીય ભાષા સાથે હિન્દીને વિકલ્પ તરીકે રાખવામાં આવે
યોગી આદિત્યનાથે કહ્યું હતું કે હિન્દી આપણી રાજભાષા છે અને દરેક રાજભાષાનું સન્માન થવું જોઈએ. જે પણ આપણા દેશના રાષ્ટ્રીય સન્માનના પ્રતિક છે તેનું સન્માન થવું જોઈએ. અંગ્રેજીની સાથે માતૃભાષાનો પ્રયોગ થવો જોઈએ. જો અંગ્રેજીનો પ્રયોગ થઈ રહ્યો છે ત્યાં તમિલનો પણ પ્રયોગ થવો જોઈએ.

તેમણે કહ્યું હતું કે રાજભાષાનું સન્માન કરવું બધાની ફરજ છે. કેટલાક લોકો છે જેમણે વિરોધ કરવો છે. તે નથી જાણતા કે કોનો વિરોધ કરી રહ્યા છે પણ તેમણે વિરોધ કરવો છે. જેમ તમિલનાડુમાં અંગ્રેજી સાથે તમિલનો પ્રયોગ થાય અને સાથે હિન્દીને એક વિકલ્પ તરીકે આપવામાં આવે.
First published: September 18, 2019
વધુ વાંચો
अगली ख़बर