Exclusive: અમિત શાહે કહ્યું - મીડિયામાં જ હતી મને નાણા મંત્રી બનાવવાની ચર્ચા

News18 Gujarati
Updated: October 17, 2019, 9:36 PM IST
Exclusive: અમિત શાહે કહ્યું - મીડિયામાં જ હતી મને નાણા મંત્રી બનાવવાની ચર્ચા
હું મારી બધી શક્તિ અને ઉર્જા નવા અધ્યક્ષને સફળ બનાવવામાં લગાડી દઈશ - અમિત શાહ

હું મારી બધી શક્તિ અને ઉર્જા નવા અધ્યક્ષને સફળ બનાવવામાં લગાડી દઈશ - અમિત શાહ

  • Share this:
લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Election 2019)ની ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના નેતૃત્વમાં બીજેપીની સરકાર બન્યા પછી મંત્રીઓના વિભાગોને લઈને ઘણા અંદાજ લગાવવામાં આવ્યા હતા. તે સમયે મીડિયામાં અંદાજ લગાવવામાં આવ્યો હતો કે બીજેપીના કદાવર નેતા અમિત શાહ (Amit Shah)ને મોદી સરકાર 2.0માં વિત્ત મંત્રી બનાવવામાં આવી શકે છે. જોકે વિભાગોની વહેંચણીમાં તેમને ગૃહ મંત્રાલય (Ministry of Home Affairs)મળ્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ન્યૂઝ 18 નેટવર્ક (News18 Network)ગ્રૂપના એડિટર ઇન ચીફ રાહુલ જોશીને (Rahul Joshi)આપેલા Excluisive ઇન્ટરવ્યૂમાં આવા અંદાજોને સમયની બરબાદી ગણાવી હતી.

પીએમ મોદી અનુભવ અને ક્ષમતાના આધારે કરે છે નિર્ણય
અમિત શાહે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી (BJP)માં વિશેષ કરીને જ્યારે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી (PM Narendra Modi)છે ત્યારે આ પ્રકારના અંદાજ લગાવવા જોઈએ નહીં, અમારી સંવૈધાનિક વ્યવસ્થામાં મંત્રીમંડળની પસંદગી અને મંત્રીઓની પસંદગી પછી વિભાગની વહેંચણીમાં પ્રધાનમંત્રીનો વિશેષાધિકાર છે. હું માનું છું કે આની ઉપર વધારે વિચાર કરવો કે અંદાજો લગાવવો નિરર્થક હોય છે. પીએમ મોદીએ ઘણા વર્ષો સંગઠનમાં કામ કર્યું છે. તેમણે ગુજરાત સાથે આખા દેશનું કામ જોયું છે. તે ઘણા કાર્યકર્તાઓને વ્યક્તિગત રીતે જાણે છે. તે પોતાના અનુભવ અને કાર્યકર્તાઓની ક્ષમતાઓના આધારે નિર્ણય કરે છે. અમારી જવાબદારી છે કે અમે બધા તેમના નિર્ણયને સફળ બનાવીએ.
googletag.cmd.push(function () { googletag.display("/1039154/NW18_GUJ_Desktop/NW18_GUJ_ROS/NW18_GUJ_ROS_AS/NW18_GUJ_ROS_AS_ROS_BTF_728"); });

આ પણ વાંચો - શું વીર સાવરકરને મળશે ભારત રત્ન? અમિત શાહે આપ્યો આ જવાબ

તમારામાં મહેનત અને નિષ્ઠા હોય તો બીજેપીમાં નિરાશા થશો નહીં
બીજેપીમાં પોતાની સફરના સવાલ પર અમિત શાહે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની આ જ વિશેષતા છે. જો તમારા મનમાં લગન છે અને તમે મહેનત કરવામાં પાછળ નથી પડતા તો પાર્ટી તમને ધીરે-ધીરે મોટો બનાવે છે. દરેક વ્યક્તિના જીવનમાં સારો અને ખરાબ સમય આવે છે પણ પાર્ટી પ્રત્યે નિષ્ઠા રાખીને પોતાની પાર્ટી પર વિશ્વાસ કર્યો તો તમે બીજેપીથી ક્યારેય નિરાશ થશો નહીં. મારા જેવા ઘણા લોકો બીજેપીમાં નાના કાર્યકર્તાથી નેતા બન્યા છે. પાર્ટીની કાર્યપદ્ધતિ નાના કાર્યકર્તાને મોટો નેતા બનાવીને મોટા પદ પર બેસાડે છે.આ પણ વાંચો - EXCLUSIVE: અમિત શાહે કહ્યુ- NRC 2024 પહેલા લાગુ કરીશું, તમામ મુસલમાન ઘૂસણખોર નથી

નવા અધ્યક્ષને સફળ બનાવવામાં પોતાની બધી શક્તિ લગાવી દઇશ
બીજેપીમાં અધ્યક્ષ બન્યા રહેવા કે બીજા કોઈ નેતાને આ જવાબદારી સોંપવાના સવાલ પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું હતું કે નવા અધ્યક્ષ મને જે કામ આપશે, તે હું જરુરી કરીશ. કાર્યકર્તા સિવાય મારી પણ જવાબદારી છે. હું મારી બધી શક્તિ અને ઉર્જા નવા અધ્યક્ષને સફળ બનાવવામાં લગાડી દઈશ. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ News18 Networkને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે પાર્ટીની સફળતાનો બધો શ્રેય અમિત ભાઈને જાય છે.
First published: October 17, 2019, 6:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading