ગોરખપુર : ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath)કહ્યું હતું કે બંને પક્ષો સુપ્રીમ કોર્ટ (Supreme Court) જવાના બદલે એકબીજા સાથે વાતચીતથી બાબરી મસ્જિદ મામલાનું સમાધાન કરી લીધું હોત તો સારું થાત. તેમણે આ વાત સુપ્રીમ કોર્ટ દ્વારા મામલાની સુનાવણી 18 ઓક્ટોબર સુધી પુરી કરી લેવાના તથ્ય પછી કરી હતી.
Network18ના એડિટર ઇન ચીફ રાહુલ જોશી (Rahul Joshi)ને આપેલા Exclusive ઇન્ટરવ્યૂમાં યોગી આદિત્યનાથે કહ્યું હતું કે જ્યારે સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતાની તક આપી હતી ત્યારે મુસ્લિમ સમુદાય તે સમયે મધ્યસ્થતા દ્વારા મામલાને પતાવી દીધો હોત તો સારું થાત, પણ આમ બન્યું ન હતું. કોઈ વ્યક્તિ ત્યારે જ કોઇ પરિણામ ઉપર પહોંચી શકે છે જ્યારે તે સકારાત્મક રીતે વિચાર કરતો હોય, જોકે જ્યારે લોકો જીદ્દી બની જાય છે ત્યારે સુપ્રીમ કોર્ટ જ નિર્ણય કરી શકે છે.
યોગી આદિત્યનાથે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશની સરકાર સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સન્માન કરે છે. નિર્ણય તથ્ય અને સાબિતીના આધારે લેવામાં આવી રહ્યો છે. અમને પુરી આશા છે અને અમે જજમેન્ટને માનીશું. આ પહેલા પણ અમે સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કર્યું છે. આ પહેલા માર્ચમાં સુપ્રીમ કોર્ટે અયોધ્યા (Ayodhya)નો ભૂમિ વિવાદ મામલો મધ્યસ્થતા માટે મોકલ્યો હતો.
અલ્હાબાદ હાઇકોર્ટના (Allahabad Highcourt) 2010ના નિર્ણય સામે 14 અપીલ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. હાઇકોર્ટે 2.77 એકર જમીનના માલિકાના હકને લઈને દાખલ કરેલી દીવાની મામલામાં સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામલલા બિરાજમાનને સરખા ભાગે જમીન આપવાની વાત કરી હતી. સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતા માટે જે પેનલ બનાવી હતી તેની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ એફએફ ખલીફુલ્લાહ કરી રહ્યા હતા. જેમાં શ્રી શ્રી રવિશંકર અને શ્રીરામ પંચૂ પણ સામેલ હતા.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર