Exclusive: સરકારના પગલાથી અર્થવ્યવસ્થામાં જલ્દી સુધાર આવશે - અમિત શાહ

News18 Gujarati
Updated: October 17, 2019, 10:25 PM IST
Exclusive: સરકારના પગલાથી અર્થવ્યવસ્થામાં જલ્દી સુધાર આવશે - અમિત શાહ
અમિત શાહે કહ્યું - મંદી ફક્ત ભારતમાં નથી, આ ગ્લોબલ છે. વૈશ્વિક મંદથી ભારત અછૂત રહી શકે નહીં

અમિત શાહે કહ્યું - મંદી ફક્ત ભારતમાં નથી, આ ગ્લોબલ છે. વૈશ્વિક મંદથી ભારત અછૂત રહી શકે નહીં

  • Share this:
કેન્દ્રીય ગૃહમંત્રી (Union Home Minister) અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના અધ્યક્ષ અમિત શાહે (Amit Shah) અર્થવ્યવસ્થામાં સુસ્તી પર નિવેદન કર્યું છે. અમિત શાહે કહ્યું છે કે અર્થવ્યવસ્થામાં જલ્દી સુધાર આવી જશે. ન્યૂઝ 18 નેટવર્ક (News18 Network)ગ્રૂપના એડિટર ઇન ચીફ રાહુલ જોશી (Rahul Joshi) ને આપેલા Exclusive ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મંદી ફક્ત ભારતમાં નથી, આ ગ્લોબલ છે. વૈશ્વિક મંદથી ભારત અછૂત રહી શકે નહીં. દુનિયાના બીજા દેશો સાથે ભારતની સરખામણી યોગ્ય નથી. અમિત શાહે આશા વ્યક્ત કરી છે કે સરકારના ઉઠાવેલા પગલાં અને સારા મોનસૂનથી ઇકોનોમીમાં આગળ સુધારો જોવા મળશે.

જીડીપીના ઘટતા આંકડા અને લગભગ બધા સેક્ટરમાં મંદીના માહોલ પર કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હતું કે જ્યારથી ગ્લોબલ સ્લોડાઉનની અસર થઈ છે. સરકારે સ્થિતિ શાનદાર બનાવવા માટે પગલા ઉઠાવ્યા છે. સુસ્તીથી નિપટવા માટે નાણા મંત્રી ઘણા બધા સેન્ટર્સ પર જઈને ઉદ્યોગપતિઓ અને ચાર્ટર્ડ એકાઉન્ટને મળ્યા હતા. અલગ-અલગ અર્થશાસ્ત્રીઓ સાથે કલાકો સુધી સંવાદ કરવામાં આવ્યો છે. નાણા મંત્રીએ અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે ઘણા નિર્ણયો કર્યા છે. જેની અસર જ્યારે આવવા લાગશે ત્યારે મને લાગે છે કે ધીરે-ધીરે સ્થિતિમાં સુધારો આવશે.

આ પણ વાંચો - Exclusive: અમિત શાહે કહ્યું - મીડિયામાં જ હતી મને નાણા મંત્રી બનાવવાની ચર્ચા

રઘુરામ રાજનના સવાલ પર કોઈ ટિપ્પણી ના કરી
દેશમાં કંસિસ્ટેંસી ઓફ પૉલિસી પર તેમણે કહ્યું હતું કે છેલ્લા 6 વર્ષમાં મોદીજી એ એક સ્થાઇ અર્થનીતિ બનાવી છે અને આ દિશામાં આગળ વધ્યા છે. અમિત શાહે ભારતીય રિઝર્વ બૅન્કના પૂર્વ ગર્વનર રઘુરામ રાજન પર પુછેલા એક સવાલ પર કહ્યું હતું કે હું રઘુરામ રાજનની વાત પર ટિપ્પણી કરવા માંગતો નથી, વિવાદ ઉભો કરવા માંગતો નથી. પૉલિસી બનાવવાનું કામ દેશની સરકારનું છે.
First published: October 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...