Exclusive: શિવસેનાને ડિપ્ટી સીએમ પદ મળશે? અમિત શાહે આપ્યો આવો જવાબ

News18 Gujarati
Updated: October 17, 2019, 10:35 PM IST
Exclusive: શિવસેનાને ડિપ્ટી સીએમ પદ મળશે? અમિત શાહે આપ્યો આવો જવાબ
Exclusive: શિવસેનાને ડિપ્ટી સીએમ પદ મળશે, અમિત શાહે આપ્યો આવો જવાબ

ભાજપા-શિવસેના ગઠબંધન બે તૃતિયાંશ બહુમત મેળવશે - અમિત શાહ

  • Share this:
મહારાષ્ટ્રમાં (Maharashtra)માં ઉપ મુખ્યમંત્રી પદ (Deputy Chief Minister)ની શિવસેના (Shiv Sena)ની માંગણી પર પોતાની પાર્ટીનો મત સ્પષ્ટ કરતા બીજેપીના અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) સંકેત આપ્યો છે કે ભાજપા પોતાના સહયોગીને પદ આપવા પર વિચાર કરવા માટે ખુલ્લી છે. જોકે તેમણે કહ્યું હતું કે જો એનડીએ (NDA)રાજ્યની સત્તામાં વાપસી કરશે તો મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ જ રહેશે.

News18 નેટવર્કના ગ્રૂપ એડિટર ઇન ચીફ રાહુલ જોશીને આપેલ Exclusive ઇન્ટરવ્યૂમાં અમિત શાહે એ વાતનો ઇન્કાર કર્યો છે કે તેમના નિવેદનને લઈને શિવસેના પક્ષ સાથે અણબનાવ છે. મહારાષ્ટ્ર્માં કોઈ આગામી મુખ્યમંત્રી શિવ સૈનિક હોવો જોઈએ. શાહે આ મુદ્દા પર બીજેપીને સ્થિતિ સ્પષ્ટ કરી હતી. તેમણે કહ્યું હતું કે મને નથી લાગતું કે શિવસેનાના નેતા આ રીતના નિવેદન જારી કરી રહ્યા છે જે ગઠબંધન માટે મોટો ખતરો છે. એ એકદમ સ્પષ્ટ છે કે ફડણવીસ (Devendra Fadnavis) મુખ્યમંત્રી હશે.

આ પણ વાંચો - Exclusive: સરકારના પગલાથી અર્થવ્યવસ્થામાં જલ્દી સુધાર આવશે - અમિત શાહ

શાહને સવાલ કરવામાં આવ્યો હતો કે શું તે શિવસૈનિકને ડિપ્ટી સીએમ માનશે? જેના પર અમિત શાહે કહ્યું હતું કે દેવેન્દ્ર ફડણવીસ અને તેમની ટીમ નિર્ણય કરશે. તે ભાજપા સંસદીય બોર્ડ સાથે આ વિષય પર ચર્ચા કરશે. બધા વિકલ્પ ખુલ્લા છે.

ભાજપા અધ્યક્ષે બે દશક જુના ગઠબંધન સહયોગીઓ વચ્ચે કથિત ઝઘડા પર પણ વાત કરી હતી. મુખપત્ર સામનાના માધ્યમથી શિવસેનાના નેતા સતત સંસદમાં પ્રમુખ મુદ્દા પર ભાજપાને પડકાર આપી રહ્યા છે. તેના જવાબમાં કેટલાક ભાજપા નેતાઓ દ્વારા સામે જવાબ અપાય છે. આ મુદ્દે અમિત શાહે કહ્યું હતું કે પાર્ટી કાર્યકર્તાઓ ઉપર દબાણ છે. બધા પાર્ટી કાર્યકર્તા ઇચ્છે છે કે તેમની પાર્ટીનો વિસ્તાર થાય. વાતચીત કરવામાં મને કોઈ પરેશાની લાગતી નથી. આ એક સ્વસ્થ ગઠબંધનનો સંકેત છે.

મહારાષ્ટ્ર ચૂંટણી પર કહ્યું હતું કે ભાજપા-શિવસેના ગઠબંધન બે તૃતિયાંશ બહુમત મેળવશે. ભાજપાની સીટો વિશે કહ્યું હતું કે ગત વખત કરતા આ વખતે સીટોની સંખ્યામાં વધારો થશે.
First published: October 17, 2019, 10:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading