અરવિંદ કેજરીવાલે નામંજૂર કર્યું આશુતોષનું રાજીનામું, કહ્યું - 'આ જન્મમાં તો નહીં જ'

News18 Gujarati
Updated: August 15, 2018, 2:39 PM IST
અરવિંદ કેજરીવાલે નામંજૂર કર્યું આશુતોષનું રાજીનામું, કહ્યું - 'આ જન્મમાં તો નહીં જ'
આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા આશુતોષે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.

  • Share this:
આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા આશુતોષે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. પાર્ટી છોડવા પાછળ તેમને અંગત કારણ જણાવ્યું છે.  આપના અરવિંદ કેજરીવાલે આ રાજીનામું  મંજૂર નથી કર્યું. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, 'આ જન્મમાં તો રાજીનામું મંજૂર નહીં થાય.'

આશુતોષે ટ્વિટ કરીને પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપવાની જાણકારી આપી. તેમણે લખ્યું, 'દરેક સફરનો અંત થાય છે. આમ આદમી પાર્ટીની સાથે મારી શાનદાર અને ક્રાંતિકારી સફર પુરી થાય છે. મેં પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે લખ્યું કે આ નિર્ણય મેં અંગત કારણોને લીધે લીધો છે. જેમણે મારું સમર્થન કર્યું તે બધાને ધન્યવાદ. આ ઉપરાંત આશુતોષે મીડિયાને કહ્યું કે તે આ નિર્ણય પર કોઇ ટિપ્પણી નહીં કરે.'

આ સાથે તેમણે એ પણ કહ્યું કે, ' આપની સાથે ઘણો જ ખૂબસૂરત/ક્રાંતિકારી જોડાણનો અંત આવી ગયો છે. મેં પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે અને પીએસીને પણ આ સ્વિકારવાનો આગ્રહ કરૂં છું. આની પાછળ ઘણું જ અંગત કારણ છે.'

જે પછી અરવિંદ કેજરીવાલે પણ ટ્વિટ કરીને આશુતોષનું રાજીનામું નામંજૂર કરી દીધું છે. તેમણે ટ્વિટમાં લખ્યું છે કે અમે તમારૂં રાજીનામું કઇ રીતે સ્વિકારી શકીએ?  આ જન્મમાં તો નહીં જ સ્વિકારાય.આશુતોષ પાર્ટીના વરિષ્ઠ નેતાઓમાંનાં એક છે. તેઓ 2014થી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે. તેઓ 2014માં ચાંદની ચોકમાંથી આપની ટિકિટ પરથી લોકસભા ચૂંટણી લડ્યાં હતાં. પરંતુ તેમાં તેઓ હારી ગયા હતાં. તેમના રાજીનામા પાછળ આમ આદમી પાર્ટીમાં વિવાદો ચાલી રહ્યાં હોય તેવા પણ અનુમાન લગાવવામાં આવી રહ્યાં છે.

આશુતોષના અચાનક રાજીનામા પાછળ બીજું પણ કારણ ચર્ચામાં છે કે તેમને આ વર્ષે આપ તરફથી રાજ્યસભામાં ન મોકલવાથી પણ નિરાશ હતાં.
First published: August 15, 2018, 12:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading