યૂરોપિયન કમિશનના પૂર્વ ડાયરેક્ટરે કહ્યું - ગિલગિત-બાલ્ટિસ્તાન ભારતનો ભાગ

News18 Gujarati
Updated: September 12, 2019, 9:10 PM IST
યૂરોપિયન કમિશનના પૂર્વ ડાયરેક્ટરે કહ્યું - ગિલગિત-બાલ્ટિસ્તાન ભારતનો ભાગ
યૂરોપિયન કમિશનના પૂર્વ ડાયરેક્ટરે કહ્યું - ગિલગિત-બાલ્ટિસ્તાન ભારતનો ભાગ

યૂરોપિયન કમિશનના પૂર્વ ડાયરેક્ટરે કહ્યું - આર્ટિકલ 370 હટવાથી વાસ્તવમાં કાશ્મીરના લોકોને આર્થિક તક મળશે

  • Share this:
યૂરોપિયન કમિશન (European Commission)ના પૂર્વ ડાયરેક્ટર બ્રાયન ટોલે ગિલગિત બાલ્ટિસ્તાન (Gilgit-Baltistan)ને ટેકનિક રુપથી ભારતનો ભાગ ગણાવ્યો છે. ટોલે આ નિવેદન આર્ટિકલ 370 (Article 370) હટાવ્યા પછી આ મુદ્દા પર બોલતા કર્યું હતું. તેમણે કહ્યું હતું કે આર્ટિકલ 370 હટવાથી વાસ્તવમાં કાશ્મીર (Kashmir)ના લોકોને આર્થિક તક મળશે.

ગિલગિત બાલ્ટિસ્તાન વિશે બોલતા ટોલે કહ્યું હતું કે એ ઘણું જરુરી છે કે ગિલગિત બાલ્ટિસ્તાનના મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર સ્થાન મળે. આ મુદ્દો ઘણો જરુરી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ત્યાંના લોકોને પોતાનો અવાજ મળવો જોઈએ અને આ અવાજને પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ (Islamabad) દ્વારા નિયંત્રિત કરવો જોઈએ નહીં.

આ પણ વાંચો - UNHRC માંથી ખાલી હાથે પરત ફરેલા પાકિસ્તાનને ભારતે આપી સલાહ

ટોલે ગિલગિત બાલ્ટિસ્તાન વિસ્તાર વિશે કહ્યું હતું કે આર્થિક તકો સિવાય, વિસ્તારના લોકો પ્રાસંગિક રાજનીતિક સંગઠનોમાં પ્રતિનિધિ તરીકે ચૂંટાય તે પણ જરુરી છે.

ગિલગિત બાલ્ટિસ્તાનના લોકોને પુછો તેમનો અધિકાર
ગત વર્ષે 21 મે ના રોજ ઇમરાન ખાનના નેતૃત્વવાળી પીટીઆઈ સરકારે ગિલગિત-બાલ્ટિસ્તાન ઓર્ડર-2018 જાહેર કર્યો હતો. આ રીતે ગિલગિત-બાલ્ટિસ્તાન ઇમ્પાવરમેન્ટ એન્ડ સેલ્ફ ગર્વનન્સ ઓર્ડર ઓફ 2009ને ખતમ કરી દીધો હતો. આ પગલાંનો ગિલગિત-બાલ્ટિસ્તાનના લોકોએ ઘણો વિરોધ કર્યો હતો. કારણ કે આ પગલું તેમને પુછ્યા વગર ઉઠાવ્યું હતું. ભારતે પણ પાકિસ્તાનના આ પગલાંનો ઘણો વિરોધ કર્યો હતો.
First published: September 12, 2019
વધુ વાંચો
अगली ख़बर