Home /News /india /

મનમોહનસિંઘે વિદેશી સહાય લીધી હોવાનો તેમના પૂર્વ મીડિયા સલાહકારનો દાવો

મનમોહનસિંઘે વિદેશી સહાય લીધી હોવાનો તેમના પૂર્વ મીડિયા સલાહકારનો દાવો

મનમોહન સિંહના પૂર્વ મીડિયા સલાહકાર સંજય બારૂએ આ દાવો કર્યો છે.

મનમોહન સિંહના પૂર્વ મીડિયા સલાહકાર સંજય બારૂએ આ દાવો કર્યો છે.

    દેશની ગત યુપીએ સરકારે કુદરતી આફત દરમિયાન 'ઇમીડિએટ રેસ્ક્યૂ ઓપરેશન'માં વિદેશી એજન્સીઓની મદદ લીધી ન હતી. મનમોહન સિંહના પૂર્વ મીડિયા સલાહકાર સંજય બારૂએ આ દાવો કર્યો છે. પૂર પ્રભાવિત કેરળ માટે યુએઇની મદદ ન લેવાના મુદ્દે ન્યૂઝ18ની એક ડિબેટમાં તેમણે આ વાત કહી છે. જોકે સંજય બારૂએ તે પણ કહ્યું કે આફત પ્રભાવિત વિસ્તારોમાં પુનનિર્માણ કાર્યો માટે તેમણે વિદેશી મદદ લીધી હતી.

    સંજય બારૂએ કહ્યું કે, "વિકાસ મદદ સંબંધી નિયમ અટલ બિહારી વાજપેયીની સરકારના સમયે બદલાયા હતાં. મનમોહન સિંહ દ્વારા 2004માં કહેલ વાતનો અર્થ હતો કે તે મદદના નામ પર ભારતમાં વિદેશી એજન્સીઓની હાજરીને રોકવા માંગે છે."

    તેમણે કહ્યું, "એવું કંઇ નથી જે સરકારને વિદેશની મદદ લેવાથી રોકે છે. કેરળને લાંબા સમય સુધી પુનર્વાસ કાર્યક્રમ ચલાવવા પડશે અને તે માટે વિદેશી મદદની જરૂર પડશે. યુએઇની મદદ મંજૂર કરવામાં મુશ્કેલી શું છે?"

    નોંધનીય છે કે કેન્દ્ર સરકારે બુધવારે પૂર પ્રભાવિત કેરળ માટે વિદેશી આર્થિક મદદ લેવાની ના પાડી દીધી છે. સંયુક્ત અરબ અમીરાતે (યુએઇ) પૂર પીડિતો માટે 700 કરોડ આપવાની જાહેરાત કરી હતી.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Kerala flood, કેરલ, ભારત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन