દિલ્લી: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ પોતાના 4.5 કરોડ સભ્યો માટે નવી સુવિધા શરૂ કરી છે. જે અંતર્ગત PF ખાતાને UAN સાથે મર્જ કરી શકાશે
આ સુવિધા અંતર્ગત EPFOના અંશધારક 10 જુના ખાતોઓને એક વખતમાં જ UAN સાથે જોડી શકશે.અત્યારે EPFOના અંશધારકને EPFOના UAN પોર્ટલ પર UANનો ઉપયોગ કરીને ટ્રાન્સફરનો દાવો અલગથી ઓનલાઈન કરવો પડે છે. આ સુવિધાને મેળવવા માટે તેને પોતાનો UANને એક્ટિવ કરવો પડશે.
જે બેંક ખાતાઓ , આધાર અને પેન સાથે જોડાયેલો હશે, UAN એક્ટિવેશન વગર આ અંશધારક EPFOની ટ્રાન્સફર દાવા પોર્ટલ સુવિધાના માધ્યમથી ઓનલાઈનની પ્રોસેસથી પણ કરી શકે છે.
એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર આ સુવિધા સાથેની પ્રોસેસને સરળ કરવામાં આવી છે. જેનો ઉદ્દેશ્ય છે 'એક કર્મચારી-એક EPF ખાતુ'
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Business, Epf, Epfo, Provident fund