Home /News /india /

EPFO હવે પેપરલેસ બની રહી છે, હવે કચેરીના નહિ ખાવા પડે ધક્કા

EPFO હવે પેપરલેસ બની રહી છે, હવે કચેરીના નહિ ખાવા પડે ધક્કા

    ઇમ્પ્લોયોઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન હવે પેપરલેસ બની રહી છે. લોકોએ હવે PF ઓફિસના ધક્કા નહિ ખાવા પડે, કારણ કે મોબાઈલ અથવા તો કોમ્પ્યુટરથી પોતાની વિગતો અપડેટ કરી શકાશે. પીએફનું બેલેન્સ કોલ કે મેસેજથી જાણી શકાશે. માહિતી ગુજરાતીમાં પણ ઉપલબ્ધ રહેશે

    ઇમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન દ્વારા પોતાની કચેરીને પેપરલેસ બનાવી રહી છે. લોકો પીએફને લગતી તમામ માહિતી ઓનલાઈન મેળવી શકશે તેમજ પીએફનું અપડેટ પણ ઓનલાઈન કરી શકાશે, એટલે કે હવે પૈસા જમા કરાવવાના હોય કે નવા રજિસ્ટેશનની સુવિધા હોય, તમામ સેવા ઓનલાઈન ઉપલબ્ધ હશે, જેથી લોકોને હવે લાંબી કતારોમાં નહિ ઊભા રહેવું પડે.

    પેન્શનધારકોએ પોતાની હયાતીનું પ્રમાણપત્ર જમા કરાવવાનું હોય છે, જે બાદ જ આગળનું પેન્શન મળે છે, પરંતુ હવે પેન્શનધારકોએ એક વખત જ ડીએલસી એટલે કે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ કરાવી લેશે તો લાઈફ ટાઈમ કોઈ હયાતીનું પ્રમાણપત્ર નહિ આપવું પડે.

    મહત્વનુ છે કે EPFO ઓગસ્ટ 2018 સુધી સંપૂર્ણપણે પેપરલેસ થવા જઈ રહ્યું છે. ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામ અંતર્ગત લેવામાં આવેલા આ પગલાથી સર્વિસની ત્રુટિઓને પૂરી કરાશે અને સંગઠન સાથે જોડાયેલા 5 કરોડ કર્મચારીઓને તએનો લાભ મળશે. ઇપીએફઓ ઓનલાઈનની સાથે સાથે યુએનના સભ્યોને પીએફની માહિતી અથવા તો પીએફનું બેલેન્સની માહિતી પણ મેસેજ કે પછી કોલ કરવાથી મળી જશે EPF વિડ્રોઅલ જેવી સર્વિસને પહેલેથી જ ઑનલાઈન કરી ચૂક્યું છે. હવે બધી સર્વિસને ઑનલાઈન કરવાની યોજનાથી EPFO સાથે જોડાયેલા કર્મચારીઓ તથા સંસ્થાઓને ઘણી રાહત મળશે. વધુ વિગત મેળવવા માટે વિડિયો પર ક્લિક કરોઃ
    Published by:Sanjay Joshi
    First published:

    Tags: Business, Epfo, Online

    આગામી સમાચાર