બિહારમાં એક ઘૃણાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. એક કિશોરે પોલીસને મફતમાં શાકભાજી આપવાની ના પાડતા પોલીસ વાળા ગુસ્સે ભરાયા હતા અને ચોરીના ખોટા કેસમાં કિશોરને ફીટ કરી દીધો હતો. જો કે, આ મામલો સામે આવતા એક તપાસ સમિતિ રચવામાં આવી હતી. અને તપાસ સમિતિમાં આ વાત સાચી ઠરી હતી.
તપાસ સમિતિનાં અહેવાલ બાદ પટનાના અલગમકોન પોલીસ સ્ટેશનના તમામ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. ભોગ બનનારનાં પિતા સુખાન પાસવાને ન્યૂઝ18ને જણાવ્યું કે તેમના દિકરાની ધરપકડ કરવામાં આવી ત્યારે ઘરે કોઇ હાજર નહોતુ. અમારા દિકરાની ધકપકડ કર્યા પછી અમને કોઇએ તેની જાણ પણ કરી નહોતી. અમે તેને બે દિવસ શોધતા જ રહ્યાં અને અમે જ્યારે નજીકનાં પોલીસ સ્ટેશન પહોંત્યા ત્યારે અમને કહેવામાં આવ્યુ કે, અમારા દિકરાને મોટરસાયકલની ચોરીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. હું જ્યારે તેને જેલમાં મળવા ગયો ત્યારે તેણે સાચી કહાણી કહી.મારા દિકરાએ પોલીસને મફતમાં શાકભાજી આપવાની ના પાડી હતી. એટલે પોલીસે તેને ચોરીનો ખોટો કેસ ઉભો કરી તેની ધરપકડ કરી હતી.
આ વાતની જાણ થતા, કિશોરના પિતાએ સિનીયર અધિકારીઓને જાણ કરી અને રાજકીય નેતાઓને પણ આ વાતથી માહિતગાર કર્યા. મીડિયામાં પણ આ ઘટનાના અહેવાલો પ્રસિદ્ધ થયા હતાં. આ અહેવાલોના આધારે બિહારનાં મુખ્યમંત્રી નિતીશ કુમારે તપાસનાં આદેશ આપ્યા હતા. તપાસમાં તથ્યો સામે આવ્યા અને તેના આધાર આ પોલીસ સ્ટેશનનાં તમામ પોલીસકર્મીઓને સસ્પેડ કરી દેવામાં આવ્યા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર