Home /News /india /

જમ્મૂ-કશ્મીરનાં સોપોરમાં સુરક્ષાદળ સાથે અથડામણમાં એક આતંકવાદી ઠાર, બેનો ઘેરાવ

જમ્મૂ-કશ્મીરનાં સોપોરમાં સુરક્ષાદળ સાથે અથડામણમાં એક આતંકવાદી ઠાર, બેનો ઘેરાવ

ફાઇલ તસવીર

આજ સવારથી જ આ કામગીરીનાં ભાગ રૂપે સેનાએ જમ્મૂ કાશ્મીરનાં સોપોરનાં વારપોરા વિસ્તારમાં આતંકવાદીઓને ઘેરી લીધા છે.

    જમ્મૂ કાશ્મીર: પુલવામામાં 14 ફેબ્રુઆરીનાં CRPFનાં કાફળા પર થયેલા આતંકવાદી હુમલા બાદ જમ્મૂ-કશઅમીરમાં સુરક્ષાદળ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણમાં એક આતંકવાદી ઠાર મરાયો છે અને બે આતંકવાદીઓ છુપાયેલા છે. જે જમ્મૂ કશ્મીર પોલીસ, CRPF, રાષ્ટ્રીય રાઇફલ્સનાં જોઇન્ટ ઓપરેશન હેઠળ ઘેરાવામાં છે.

    પુલવામામાં સેનાનાં જવાનો પર થયેલાં આતંકી હુમલાની ચારેય તરફ કડક નિંદા થઇ રહી છે અને જવાનોને તેનો બદલો લેવાની પરવાનગી પણ મળી ગઇ છે. ત્યારે સેનાએ તેની કામગીરી ક્યારની શરૂ કરી દીધી છે. આજ સવારથી જ આ કામગીરીનાં ભાગ રૂપે સેનાએ જમ્મૂ કાશ્મીરનાં સોપોરનાં વારપોરા વિસ્તારમાં આતંકવાદીઓને ઘેરી લીધા છે. સુરક્ષાદળોએ 2 આતંકવાદીઓને ઘેરી લીધા અને બાદમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથળામણ શરૂ થઇ ગઇ છે. સૂત્રો મુજબ સેનાએ બે આતંકવાદી ઘેરી લીધા છે. હાલમાં જમ્મૂ કાશ્મીરનાં સોપોરની ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.



    પાકિસ્તાનને છે ડર
    તો બીજી તરફ સેનાની કામગીરીથી પાકિસ્તાન હચમચી ગયુ છે. પાકિસ્તાને સરહદથી નજીકનાં ગામનાં લોકોને એલર્ટ રહેવા જણાવી દીધુ છે આ માટે ખાસ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે લોકોને ખાસ જગ્યાઓ પર ગ્રુપમાં જમા થવાનો ઇન્કાર કરી દેવામાં આવ્યો છે. સાથે જ લોકોને બંકર બનાવવા પણ કહ્યું છે જેથી કોઇ હુમલો થાય તો તેઓ પોતાને અને પરિવારને બચાવી શકે.

    PM મોદીની ચેતવણી
    આપને જણાવી દઇએ કે, પુલવામામાં આતંકી હુમલા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનને ચેતવણી આફી હતી તેમણે કહ્યું હતું કે, આ હુમલાનો બદલો લેવામાં આવશે. સેનાને જવાબી કાર્યવાહીમાં સમય અને સ્થાનની પરવાનગી આપી દેવામાં આવી છે. PMએ કહ્યું કે, અમારા જવાનો દેશની રક્ષા માટે તેમનાં પ્રાણની આહુતિ આપી છે. તેમનું બલિદાન વ્યર્થ નહીં જાય. પુલવામાનાં દોષિઓને સજા જરૂર મળશે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Started, એન્કાઉન્ટર

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन