જમ્મુ-કાશ્મીર: પુલવામામાં આતંકીઓ સાથેની અથડામણમાં બે ઠાર

સુરક્ષાદળે ત્રણેય આતંકવાદીઓને ઘેરી લીધા છે અને બંને તરફથી ફાયરિંગ ચાલુ છે. હાલમાં બે આતંકી ઠાર મરાયા છે.

News18 Gujarati
Updated: May 18, 2019, 8:02 AM IST
જમ્મુ-કાશ્મીર: પુલવામામાં આતંકીઓ સાથેની અથડામણમાં બે ઠાર
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: May 18, 2019, 8:02 AM IST
જમ્મુ-કાશ્મીર: દક્ષિણ કાશ્મીરમાં પુલવામાનાં પંજગામ સેક્ટરમાં આતંકવાદીઓ અને ભારતીય સુરક્ષાદળો વચ્ચે અથડામમણ ચાલુ છે. સુરક્ષાદળે ત્રણ આતંકવાદીઓને ઘેરી લીધા છે. જેમાંથી બે આતંકવાદીઓ ઠાર મર્યા છે. બંને તરફથી ફાયરિંગનો અવાજ સાંભળવા મળી રહ્યો છે. ફાયરિંગની અવાજથી અંદાજો લગાવી શકાય છે કે જેટલાં આતંકવાદીઓ છુપાયાની ખબર હતી તેનાંથી વધુ આતંકવાદીઓ ઘટના સ્થળે હાજર છે. સુરક્ષાદળોએ સંપૂર્ણ વિસ્તારને કોર્ડન કરી લીધો છે. અને સ્થાનિકોને ઘરની અંદર જ રહેવા અપીલ કરી છે.

જાણકારી અનુસાર, સુરક્ષાદળને સુચના મળી હતી કે, દક્ષિણ કાશ્મીરનાં પુલવામામાં પંજગામ સેક્ટરમાં કેટલાંક આતંકવાદીઓ છુપાયેલા છે. જે માહિતી બાદ સુર્ષાદળોએ આવિસ્તાર કોર્ડન કર્યો હતો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતું. સુરક્ષાદળને જોતા જ આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ હતું.આ પણ વાંચો-દુનિયાના આ દેશો કરે છે કેરીનું સૌથી વધારે ઉત્પાદન, જાણો - ભારતનો નંબર

ઉલ્લેખનીય છે કે, પુલવામા અને શોપિયામાં ગુરૂવારે આતંકવાદીઓ અને સુરક્ષાદળોની અથડામણમાં છ આતંકવાદીઓ માર્યા ગયા છે. પુલવામામાં જૈશ એ મોહમ્મદનાં ત્રણ આતંકવાદીઓ નસીર પંડિત, ઉમર મીર અને ખલિદ ઠાર મરાયા છે. કહેવાય છે કે, ખાલિદ જૈશનો કમાન્ડર હતો અને પાકિસ્તાનમાં રહેતો હતો. આ રીતે શોપિયામાં સુરક્ષાદળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે. આ સર્ચ ઓપરેશનમાં દારુગોળો અને આપત્તિજનક સામગ્રી મળી આવી છે.અથડામણ દરમિયાન જ્યારે સુરક્ષાદળ સામાન્ય નાગરિકને કઢે છે તો આતંકીઓ હુમલો કરી દે છે. જેમાં સંદિપ નામનો જવાન શહિદ થઇ ગયો. સંદીપ હરિયાણાનો રહેવાસી છે.

આ પણ વાંચો- EXclusive : સરકાર રચવા માટે કોંગ્રેસે બનાવ્યો આ માસ્ટર પ્લાન
First published: May 18, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...