કાશ્મીરમાં સુરક્ષાબળોને મોટી સફળતા, 3 આતંકવાદી ઠાર, 1 જવાન શહીદ

પ્રતિકાત્મક તસવીર

આતંકવાદીઓએ એક પરિવારને બંધક બનાવી લીધો હતો

  • Share this:
    જમ્મુ કાશ્મીર(Jammu Kashmir)માં ભારતીય સુરક્ષાબળો(Indian Army)ને મોટી સફળતા મળી છે. બે અલગ-અલગ ઓપરેશનમાં સુરક્ષાબળોએ 3 આતંકવાદીઓને (Terrorist) ઠાર કર્યા છે.  રામબનના બટોતમાં 3 આતંકવાદીઓને સુરક્ષાબળોએ ઠાર કર્યા છે. આ એન્કાઉન્ટરમાં 1 જવાન શહીદ થયા છે. બે પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા છે. બટોતમાં માર્યા ગયેલા આતંકવાદીઓનો સંબંધ હિઝબુલ મુજ્જાહીદીન (Hizbul Mujahideen)સાથે છે.

    જમ્મુ સંભાગના રામબનના બટોતમાં સુરક્ષાબળોએ 3 આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આ બધા એક ઘરમાં છુપાયેલા હતા. સેનાએ આતંકવાદીઓ દ્વારા બંધક બનાવેલ પરિવારને છોડાવ્યો છે. આ પહેલા સેના અને આતંકવાદી વચ્ચે લાંબા સમય સુધી ફાયરિંગ ચાલી હતી. આ એન્કાઉન્ટરમાં સેનાનો એક જવાન પણ શહીદ થયો છે. જ્યારે બે પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા છે

    આ પણ વાંચો - UNGAમાં PM મોદીના જોરદાર ભાષણથી દુનિયામાં વધી ભારતની તાકાત

    સૂત્રોએ ન્યૂઝ 18ને જણાવ્યું હતું કે આતંકવાદીઓએ એક પરિવારને બંધક બનાવી લીધો હતો. અધિકારીઓના મતે બંને તરફથી ઘણો સમય સુધી ફાયરિંગ ચાલી હતી. આ પહેલા સવારે આતંકવાદીઓએ સુરક્ષાબળોની એક ટીમને નિશાન બનાવીને તેમની ઉપર ગ્રેનેડ ફેક્યો હતો. આ પછી ફાયરિંગ શરુ થઈ હતી. સેનાએ તરત વળતો જવાબ આપ્યો હતો. આ સિવાય શ્રીનગરના ડાઉન ટાઉનમાં પમ ગ્રેનેડ હુમલો થયો હતો. આતંકી ષડયંત્ર જોતા ઘાટીમાં સુરક્ષાબળોએ પેટ્રોલિંગ વધારી દીધું છે.
    Published by:Ashish Goyal
    First published: