Home /News /india /

લોકોનો ઇતિહાસ નહીં, કામ જોઈને લીધા નિર્ણયોઃ ચીફ જજ દિપક મિશ્રા

લોકોનો ઇતિહાસ નહીં, કામ જોઈને લીધા નિર્ણયોઃ ચીફ જજ દિપક મિશ્રા

જસ્ટિસ દીપક મિશ્રાએ ભારતના મુખ્ય ન્યાયધીશ તરીકે સોમવારે અંતિમ વખત સુપ્રીમ કોર્ટની કમાન સંભાળી હતી

જસ્ટિસ દીપક મિશ્રાએ કહ્યું હતું કે ભારતીય ન્યાયપાલિકા દુનિયાની સૌથી મજબુત વ્યવસ્થામાંથી એક છે. આ માટે જજોની ભૂમિકા ઘણી મહત્વની છે

    ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા(CJI) દીપક મિશ્રા સોમવારે પોતાના પદ પરથી રિટાયર થઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટ બાર એસોસિયેશન (એસસીબીએ) તરફથી આયોજીત એક સમારોહમાં તેમને વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે સીજેઆઈ દીપક મિશ્રાએ ફેરવેલ સ્પીચ આપી હતી અને સીજેઆઈ તરીકે આપેલ નિર્ણયોને યાદ કર્યા હતા. જસ્ટિસ દીપક મિશ્રાએ કહ્યું હતું કે હું લોકોને તેમના ઇતિહાસથી નહીં પણ તેના કામ અને ગતિવિધીઓથી જજ કરું છું. તેના આધારે જ નિર્ણય લઉ છું.

    આ દરમિયાન જસ્ટિસ દીપક મિશ્રાએ કાર્યક્રમમાં બેઠેલા લોકો સાથે ‘સિટિંગ લવ’ અને ઉભેલા લોકો માટે ‘સ્ટેંડિંગ લવ’ની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારતીય ન્યાયપાલિકા દુનિયાની સૌથી મજબુત વ્યવસ્થામાંથી એક છે. આ માટે જજોની ભૂમિકા ઘણી મહત્વની છે. જસ્ટિસ મિશ્રાએ વકીલોની પણ જોરદાર પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે વકીલો અને સ્ટુડન્ટ્સ પાસે અસીમિત ક્ષમતા છે.

    જસ્ટિસ દીપક મિશ્રાએ કહ્યું હતું કે સમાજ બાળકોની બીજી માતા હોય છે. અમીર અને ગરીબના આંસુ એકસમાન હોય છે. તેમણે કોલેજિયમ સિસ્ટમની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે તેના દ્વારા જ સુપ્રીમ કોર્ટ સુપ્રીમ બનેલ છે.

    આ પ્રસંગે આગામી સીજેઆઈ રંજન ગોગોઈએ કહ્યું હતું કે જસ્ટિસ મિશ્રાએ પોતાના કાર્યકાળ દરમિયાન મોબ લિંચિંગ અને ઓનર કિલિંગ સામે બોલ્યા છે. જસ્ટિસ દીપક મિશ્રાના 13 મહિનાના કાર્યકાળની પ્રશંસા કરતા નવા સીજેઆઈ રંજન ગોગોઈએ કહ્યું હતું કે સંવૈધાનિક નૈતિકતાને આગળ વધવા દેવા માંગે છે. આ સંવિધાન પ્રત્યે સાચું સમર્પણ હશે.



    જસ્ટિસ ગોગોઈએ કહ્યું હતું કે આપણે જે પણ કાંઈ પહેરીએ છીએ, ખાવી છીએ અને વિશ્વાસ કરવી છીએ. આ એવા મુદ્દા છે જે આપણને વહેંચે છે પણ સંવિધાન આપણને એકજુટ રાખે છે. સીજેઆઈ રંજન ગોગોઈ ત્રણ ઓક્ટોબરે પોતાનો કાર્યકાળ સંભાળશે.

    જસ્ટિસ દીપક મિશ્રાએ ભારતના મુખ્ય ન્યાયધીશ તરીકે સોમવારે અંતિમ વખત સુપ્રીમ કોર્ટની કમાન સંભાળી હતી. લગભગ 25 મિનિટ સુધી ચાલેલી કાર્યવાહી દરમિયાન જસ્ટિસ દીપક મિશ્રા ઘણા ભાવુક જોવા મળ્યા હતા. બેન્ચમાં તેમની સાથે જસ્ટિસ રંજન ગોગોઈ અને એએમ ખાનવિલકર પણ હાજર રહ્યા હતા.

    કાર્યવાહી પછી એક વકીલે મિશ્રાની લાંબી ઉંમર માટે એક બોલીવુડ ગીત તુમ જીયો હજારો સાલ...ગાવાનું શરૂ કર્યું હતું. તેને વચ્ચે રોકતા દીપક મિશ્રાએ કહ્યું હતું કે હાલ હું પોતાના દિલથી બોલી રહ્યો છું, સાંજે દિલથી જવાબ આપીશ.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: CJI, Cji dipak misra, Dipak misra

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन