આમ આદમી પાર્ટી (આપ) ના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે વારાણસી એડીએમમાં ફરિયાદ નોંધાવી છે. સંજય સિંહે પોતાના ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે પ્રધાનમંત્રી મોદીના રોડ શો માં ચૂંટણી પંચ દ્વારા નક્કી કરેલી રકમ કરતા વધારે પૈસા ખર્ચ કરવામાં આવ્યા છે. આપ નેતાએ આરોપ લગાવ્યો છે કે પ્રધાનમંત્રી મોદીના રોડ શો માટે 1 કરોડ 27 લાખ રુપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
પોતાની ફરિયાદમાં સંજય સિંહે કહ્યું હતું કે ચૂંટણી પંચ તરફથી 70 લાખ રુપિયાનો ખર્ચ નક્કી કરેલ છે પણ મોદીના રોડ શો માં જ 1 કરોડ 27 લાખ રુપિયા ખર્ચ થઈ ગયા છે. સંજય સિંહે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે કે નિયમો ન પાડવા બદલ પીએમ મોદીને ચૂંટણી લડવા માટે અયોગ્ય જાહેર કરવા જોઈએ.
#NewsAlert | AAP MP Sanjay Singh lodges complaint with Varanasi's ADM against @narendramodi. His complaint is that Modi's nomination road show crossed the expenditure permitted by the EC. AAP alleges Rs 1 crore 27 lakhs was spent on the road show.#ElectionsWithNews18pic.twitter.com/y2HYyMUtFW
આમ આદમી પાર્ટીના સાંસદે પોતાની ફરિયાદમાં પીએમ મોદીના રોડ શો ના ખર્ચમાં થયેલ પૈસાની વિગતો આપી છે. આપ નેતાએ આરોપ લગાવ્યો છે કે બીજેપી અને એનડીએના ઘણા નેતા ખાનગી વિમાનથી પીએમ મોદીના નામાંકનમાં ભાગ લેવા માટે આવ્યા હતા. સંજય સિંહે પ્રકાશ સિંહ બાદલ, નીતિશ કુમાર, રામવિલાસ પાસવાન અને ઉદ્ધવ ઠાકરેના વિમાન ખર્ચનો હિસાબ 64 લાખ રુપિયા બતાવ્યો છે. આ સિવાય અન્ય ખર્ચની પણ વિગતો છે.
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે પોતાનું નામાંકન દાખલ કર્યું હતું. આ પહેલા એક રોડ શો પણ કર્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર