5 વર્ષ પછી ફરીથી જનતાનો વિશ્વાસ મેળવીને વાપસી કરવી મોટી વાત : પીએમ મોદી

News18 Gujarati
Updated: October 24, 2019, 10:56 PM IST
5 વર્ષ પછી ફરીથી જનતાનો વિશ્વાસ મેળવીને વાપસી કરવી મોટી વાત : પીએમ મોદી
ફડણવીસ અને ખટ્ટરના નેતૃત્વમાં આગામી 5 વર્ષમાં બંને રાજ્ય વિકાસની ઉંચાઇને પ્રાપ્ત કરશે : પીએમ મોદી

ફડણવીસ અને ખટ્ટરના નેતૃત્વમાં આગામી 5 વર્ષમાં બંને રાજ્ય વિકાસની ઉંચાઇને પ્રાપ્ત કરશે : પીએમ મોદી

  • Share this:
મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીના પરિણામો પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બીજેપી માટે મોટી જીત ગણાવી હતી. પીએમે કહ્યું હતું કે જ્યાં દેશ ભરમાં ટ્રેન્ડ છે કે રાજ્યોમાં દરેક પાંચ વર્ષમાં સરકાર બદલી જાય છે, આવા સમયમાં બીજેપી માટે આ આંકડા ઘણા મહત્વના છે. 5 વર્ષ પછી ફરીથી જનતાનો વિશ્વાસ મેળવીને વાપસી કરવી મોટી વાત છે. ફડણવીસ અને ખટ્ટરના નેતૃત્વમાં આગામી 5 વર્ષમાં બંને રાજ્ય વિકાસની ઉંચાઇને પ્રાપ્ત કરશે.

પીએમ મોદીએ કહ્યું હતું કે, જે લોકો હરિયાણાની રાજનીતિ જાણે છે તેમને ખબર છે કે કોઈપણ દળ સાથે આપણે સમજુતી કરવી પડતી હતી તો મોટાભાગે તે દળોની ટર્મ એન્ડ કંડીશન પર ક્યારેક 5 તો ક્યારેક 10 સીટો પર અને તે પણ તે કહે તે સીટો પર લડવું પડતું હતું. હરિયાણામાં આ એક અભૂતપૂર્વ વિજય છે કારણ કે આ દિવસોમાં એક સરકાર 5 વર્ષનો કાર્યકાળ પૂરો કરીને ફરીથી જીતની ઘટનાઓ ઘણી ઓછી હોય છે અને આવા વાતાવરણમાં ફરીથી સૌથી મોટા દળના રુપમાં વિશ્વાસ અને આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ઘણી મોટી વાત છે.

પીએમ મોદીએ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં છેલ્લા 50 વર્ષમાં એકપણ મુખ્યમંત્રી સતત પૂરા પાંચ વર્ષ સુધી સેવા કરી શક્યા નથી. 5 વર્ષ સુધી મુખ્યમંત્રીના રુપમાં સતત કાર્ય કરવાનું કામ 50 વર્ષ પછી દેવેન્દ્ર જી એ કર્યું છે. મહારાષ્ટ્રમાં અમને ગત ચૂંટણીમાં પૂર્ણ બહુમત મળી ન હતી, હરિયાણામાં ફક્ત 2 સીટો પર બહુમત હતી. આમ છતા બંને મુખ્યમંત્રીઓએ બધાને સાથે લઈને બંને રાજ્યની સેવા કરી હતી અને અવિરત કાર્ય કરતા રહ્યા, આ તેનું પરિણામ છે કે તેમની પર જનતાએ ફરીથી વિશ્વાસ મુક્યો છે.

આ પણ વાંચો - Haryana Assembly Election Result: ત્રણ ધુંરધર ખેલાડી પણ જીત્યો ફક્ત એક

પીએમ મોદીએ જણાવ્યું હતું કે ભાજપા મહારાષ્ટ્ર એકમ અને હરિયાણા એકમના બધા પદાધિકારી, બધા કાર્યકર્તા, તેમણે પણ જનતાનો વિશ્વાસ જીતવામાં સખત પ્રયત્ન કર્યો. લોકોના આર્શીવાદ પ્રાપ્ત કર્યા, તેમનો પણ ઘણો આભાર માનું છું.

ભાજપા અધ્યક્ષ અમિત શાહે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં આપણે ફરીથી બહુમત સાથે જીત્યા છીએ અને હરિયાણામાં સૌથી મોટી પાર્ટી બનીને ઉભર્યા છીએ. આજે બંને રાજ્યોમાં ભાજપાના વિજયના પ્રસંગે આપણે અહીં એકત્રિત થયા છીએ તો સૌથી પહેલા હું હરિયાણા અને મહારાષ્ટ્રની જનતાને ભાજપાના કરોડો કાર્યકર્તાઓ તરફથી હ્યદયથી ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું.
First published: October 24, 2019, 10:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading