લોકસભાની ચૂંટણી 2019માં શરુઆતી વલણમાં ભારતીય જનતા પાર્ટી શાનદાર પ્રદર્શન કરતી જોવા મળી રહી છે. જોકે તેને ગોવામા ફટકા પડ્યો છે. બીજેપી ગોવાની વિધાનસભાની પણજી સીટ ઉપર પેટા ચૂંટણી હારી ગઈ છે. પણજી સીટ ગોવાના દિવંગત મુખ્યમંત્રી મનોહર પરિકરના નિધન પછી ખાલી પડી હતી.
કોંગ્રેસના ઉમેદવાર એન્ટાનાસિયો મોનસેરાટ્ટેએ પણજી સીટ પર 1775 વોટથી જીત મેળવી છે. બીજેપીએ આ સીટ ઉપર દિવંગત મુખ્યમંત્રીના પુત્ર ઉત્પલને ટિકિટ આપવાના બદલે પૂર્વ ધારાસભ્ચ સિદ્ધાર્થ કૂનકોલિનકરને મેદાનમાં ઉતાર્યા હતા. જેનો કોંગ્રેસના ઉમેદવાર સામે પરાજય થયો છે.