Home /News /india /

અમેરિકી એક્સપર્ટનો દાવો, 2014ની લોકસભા ચૂંટણીમાં EVMમાં થયા હતા ચેડા

અમેરિકી એક્સપર્ટનો દાવો, 2014ની લોકસભા ચૂંટણીમાં EVMમાં થયા હતા ચેડા

અમેરિકી હેકરનો દાવો, 2014ની લોકસભા ચૂંટણીમાં EVMમાં કરી હતી ગરબડી

ચૂંટણી પંચે ઇવીએમ હેકેથોન પર સખત પ્રતિક્રિયા આપી, પંચે કહ્યું છે કે તે આ મામલે લીગલ એક્શન લેવા ઉપર વિચાર કરી રહ્યું છે

  એક અમેરિકન સાઇબર એક્સપર્ટે દાવો કર્યો છે કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઇવીએમ)ને હેક કરવામાં આવી શકે છે. વીડિયો કોન્ફરન્સ દ્વારા સોમવારે હેકરે કહ્યું હતું કે ઇવીએમ હેક કરવું મુશ્કેલ છે પણ તે અશક્ય નથી.બીજી તરફ ચૂંટણી પંચે  ઇવીએમ હેકેથોન પર સખત પ્રતિક્રિયા આપી છે. ચૂંટણી પંચે કહ્યું છે કે તે આ મામલે લીગલ એક્શન લેવા ઉપર વિચાર કરી રહ્યું છે. બીજેપીએ આ મામલે કોંગ્રેસ ઉપર નિશાન સાધ્યું છે. પાર્ટીએ કહ્યું છે કે કોંગ્રેસ નરેન્દ્ર મોદીને હટાવા માટે કોઈની પણ મદદ લઈ શકે છે.

  હેકરે દાવો કર્યો છે કે ટ્રાન્સમીટર દ્વારા બ્લુટૂથ અને વાઇફાઇ વગર ઇવીએમને હેક કરવામાં આવી શકે છે. આટલું જ નહીં હેકરનો દાવો છે કે 2014ની લોકસભા ચૂંટણીમાં ઇવીએમમાં ગરબડ કરવામાં આવી હતી અને આ પછી મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને ગુજરાતની ચૂંટણીમાં પણ ધાંધલી થઈ હતી.

  એક્સપર્ટનું કહેવું છે કે બીજેપી નેતા ગોપીનાથ મુંડેને ઇવીએમ હેકિંગ વિશે જાણકારી હતી. જેથી 2014માં તેમની હત્યા કરી નાખવામાં આવી હતી. દાવો કરવામાં આવ્યો છે કે દિલ્હી ચૂંટણીમાં બીજેપીની આઈટી સેલ દ્વારા કરવામાં આવેલ ટ્રાન્સમિશન પકડમાં આવી ગયું હતું જેથી તેને રોકાવી દીધું હતું અને બીજેપી ચૂંટણી હારી ગઈ હતી.

  આ પણ વાંચો - શું BJPના માધુરી દીક્ષિતના 'દાવ'નો જવાબ કોંગ્રેસ કરીના કપૂર દ્વારા આપશે?

  ઉલ્લેખનીય છે કે ઇન્ડિયન જર્નલિસ્ટ એસોસિયેશન(યૂરોપ) તરફથી ઇવીએમ હેકથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલ પણ હાજર રહ્યા હતા.  આ મામલે બીજેપીએ કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યો છે. કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે કોંગ્રેસના ઘણા ફ્રીલાન્સર છે જે મોદી જી ને હટાવવા માટે પાકિસ્તાન પણ ચાલ્યા જાય છે. તે આગામી ચૂંટણીમાં પોતાની સંભવિત હારને હેકિંગ હોરર શો બનાવી રહ્યા છે. કપિલ સિબ્બલ અચાનક ત્યાં ગયા નથી. કોંગ્રેસ, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ તેને તે મોકલ્યા છે. જે લોકોને દેશ અને દેશની લોકતાંત્રિક વ્યવસ્થાને બદનામ કરવાની સોપારી આપવામાં આવી છે. તે સોપારી લઈને અહીંથી જાય છે.

  ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળ ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં પરાજય પછી સરકાર પર ઇવીએમ સાથે છેડછાડનો આરોપ લગાવે છે. જોકે ચૂંટણી પંચ ઘણી વખત આ આરોપને ફગાવી ચૂક્યું છે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Cyber expert, Election commission, EVM Hacking, Legal action, ઇવીએમ, હેકિંગ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन