Home /News /india /રમઝાનમાં ચૂંટણી વિવાદ પર ચૂંટણી પંચે કહ્યું -એક મહિનો ના રોકી શકીએ ચૂંટણી

રમઝાનમાં ચૂંટણી વિવાદ પર ચૂંટણી પંચે કહ્યું -એક મહિનો ના રોકી શકીએ ચૂંટણી

રમઝાન દરમિયાન વોટિંગ પર ચૂંટણી પંચે કહ્યું - તહેવારોનું રાખ્યું ધ્યાન, શુક્રવારે નથી મતદાન

મુસ્લિમ નેતાઓ અને મૌલવીઓએ ચૂંટણી પંચ ઉપર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે તારીખો બદલવાની માંગણી કરી

  રમઝાનમાં મતદાનના મુદ્દા પર ચૂંટણી પંચે પોતાની પ્રતિક્રિયા આપી છે. ચૂંટણી પંચે કહ્યું છે કે કોઈપણ શુક્રવાર કે તહેવારના દિવસે મતદાન નથી. રમઝાનના આખા મહિનામાં ચૂંટણી ન હોય તેમ બની શકે નહીં. ચૂંટણી પંચનું આ નિવેદન એ સમયે આવ્યું છે જ્યારે ઘણી પાર્ટીઓ રમઝાનમાં મતદાનમાં થનાર નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે.

  ચૂંટણી પંચે કહ્યું છે કે 2 જૂન પહેલા નવી સરકાર બનવી જરુરી હતું. આવા સમયે તેને વધારે ટાળી શકાય નહીં. સાથે એક મહિના સુધી ચૂંટણી ના હોય તે સંભવ નથી. જેથી પંચે એ વાતનું ખાસ ધ્યાન રાખ્યું છે કે કોઇપણ શુક્રવારે કે કોઈ તહેવારના દિવસે મતદાન ના હોય. ચૂંટણી પંચે કહ્યું હતું કે અમારી પાસે આ તારીખોને બદલાવવાનો કે ચૂંટણીના સમયને આગળ-પાછળ કરવાનો કોઈ વિકલ્પ જ ન હતો.

  આ પણ વાંચો - 30 દિવસમાં ચૂંટણી : શું બીજેપીને ફરીથી જીત મળશે? આવું છે રાજકીય ગણિત

  ઉલ્લેખનીય છે કે ત્રણ રાજ્યો પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશમાં વોટિંગની તારીખ રમઝાન મહિનામાં આવી રહી છે. આવા સમયે મુસ્લિમ નેતાઓ અને મૌલવીઓએ ચૂંટણી પંચ ઉપર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે તારીખો બદલવાની માંગણી કરી હતી.

  બીજી તરફ એઆઈએમઆઈએમના નેતા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે રમઝાન મહિનામાં મતદાનથી કોઈ પરેશાન નથી. રમઝાનમાં ચૂંટણીનું સ્વાગત કરીએ છીએ. રમઝાનથી વોટિંગ પર કોઈ અસર પડશે નહીં. તેના ઉપર રાજનીતિ ના કરો.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Election commission of india, Elections 2019, Lok sabha election 2019

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन