Home /News /india /ચૂંટણી પંચે સિદ્ધુ પર લગાવ્યો પ્રતિબંધ, 72 કલાક નહીં કરે શકે કેમ્પેઈન

ચૂંટણી પંચે સિદ્ધુ પર લગાવ્યો પ્રતિબંધ, 72 કલાક નહીં કરે શકે કેમ્પેઈન

ચૂંટણી પંચે સિદ્ધુ પર લગાવ્યો પ્રતિબંધ

23 એપ્રિલને સવારે 10 કલાકેથી ચૂંટણી પંચનો આદેશ લાગુ થશે

    ચૂંટણી પંચે સોમવારે પંજાબ સરકારના મંત્રી નવજોત સિંહ સિદ્ધુ ઉપર આગામી 72 કલાક માટે પ્રતિબંધ મુકી દીધો છે. આ દરમિયાન તે સાર્વજનિક બેઠક, રોડ શો, રેલી કરી શકશે નહીં અને ઇન્ટરવ્યૂ પણ આપી શકશે નહીં. 23 એપ્રિલને સવારે 10 કલાકેથી ચૂંટણી પંચનો આદેશ લાગુ થશે.

    સિદ્ધુએ બિહારના કટિહારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન એક વિવાદિત નિવેદન કર્યું હતું. જેને શનિવારે ચૂંટણી પંચે નોંધ લીધી હતી અને નોટિસ પાઠવી હતી. આ પહેલા પંચે સિદ્ધુને 24 કલાકની અંદર જવાબ આપવાનો આદેશ આપ્યો હતો. હવે તેના આ નિવેદન પર પંચં કાર્યવાહી કરી છે.

    સિદ્ધુએ મુસ્લિમ સમુદાયને એકજુટ થઈને કોંગ્રેસને વોટ આપવાની અપીલ કરી હતી. જેના કારણે તેની ઉપર આચાર સંહિતાના ભંગનો મામલો નોધાયો હતો. કટિહારના બારસોઈ સ્ટેશનમાં મેજિસ્ટ્રેટ રાજીવ રંજનના નિવેદન પર મામલો નોધાયો હતો.

    આ પણ વાંચો - બીજેપીએ પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને ઇસ્ટ દિલ્હીથી ટિકિટ આપી

    કટિહારમાં સિદ્ધુએ કહ્યું હતું કે તમે (મુસ્લિમ સમુદાય)અહીં અલ્પસંખ્યક હોવા છતા બહુસંખ્યક છે. તમે જો એકજુટતા બતાવા તો તમારા ઉમેદવાર તારિક અનવરને કોઇપણ હરાવી શકશે નહીં.

    સિદ્ધુએ ભાષણ દરમિયાન કહ્યું હતું કે તમારી વસ્તી અહીં 64 ટકા છે. અહીંના મુસલમાન અમારી પાઘડી છે. જો તમને કોઈ પરેશાની છે તો મને યાદ કરજો. હું પંજાબમાં પણ તમારો સાથ આપીશ. ઓવૈસી જેવા લોકોને લાવી વિરોધીઓ તમારા મત અલગ કરીને જીતવા માંગે છે. તમે બધા 64 ટકા એકજુટ થઈને આવશો તો બધુ ઉલટી જશે અને મોદી સલટ (હારી જશે) જશે. આ વખતે ચૂંટણીમાં એવી સિક્સર મારો કે બોલ બાઉન્ડ્રીની બહાર ચાલ્યો જાય.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Election 2019, Election commission, Lok Sabha Election, Navjot Singh Sidhu

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन